દિલ્હીમાં ખેડૂત આંદોલનમાં સૌરાષ્ટ્રના ખેડૂતો જોડાયા, કહ્યું-આખા પરિવાર સાથેનું આ પહેલું આંદોલન જોયું, પૈસાવાળા પગ દબાવા આવે છે, વોંશિંગ મશીનથી કપડાં ધોવાઈ છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 14:54:18
  • Views : 470
  • Modified Date : 2020-12-14 14:54:18

    સરકારના કૃષિબિલના વિરોધમાં દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 19મો દિવસ છે. પંજાબ-હરિયાણાથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રમાંથી ગયેલા બે ખેડૂતે આંદોલનનો માહોલ અને સુવિધા વિશે જણાવ્યું છે. રાજકોટના સુરજભાઈ ડેર અને દ્વારકાથી મુકેશભાઈ કરમૂર નામના બે ખેડૂતો પણ બે દિવસથી ખેડૂત આંદોલનમાં જોડાયા છે. મુકેશભાઈએ જણાવ્યું હતું કે, આખા પરિવાર સાથેનું આ મેં મારી જિંદગીમાં પહેલું આંદોલન જોયું છે. મોટા માણસો (પૈસાવાળા) અહીં પગ દબાવા આવે છે અને વોશિંગ મશીન સહિતની સુવિધા અહીં પુરી પાડવામાં આવે છે.દિલ્હી ગયેલા રાજકોટના સુરજભાઈ ડેર નામના ખેડૂતે જણાવ્યું હતું કે, હું સિંધુ બોર્ડરના લંગરમાં છું. જવામાં કોઈ તકલીફ પડી નહોતી. હું એરપોર્ટ પર બેઠો હતો ત્યારે મને ક્રાઈમ બ્રાન્ચમાંથી ફોન આવ્યો હતો કે તમે ક્યાં જાવ છો? બે દિવસથી હું આંદોલનમાં જોડાયો છું. પંજાબના લોકો ખેતી પ્રત્યે એટલું માન આપે છે કે કાયદો રદ કરવા માટે છ મહિના કે એક વર્ષ બેસી રહેવું પડે તો ભલે રહેવું પડે તેવા મક્કમ સાથે બેઠા છે. અહીં કોરોનાકાળ ચાલી રહ્યો છે છતાં બાળકોથી લઈ મોટી ઉંમરના ખેડૂતો પરિવાર સાથે આવી ગયા છે.



    પંજાબથી ખેડૂતો ટ્રેક્ટર લઈને આવી ગયા છે. ટ્રેક્ટરમાં જ સૂવાથી માંડી રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અહીં કંઈ ઘટતું નથી. સેવા દેવાવાળા વોલિન્ટિયરો પણ ખડેપગે છે. વોશિંગ મશીન આવી ગયા છે અને કપડા આપો એટલે તમારા કપડા પણ ધોઈ દે છે. અમુક લોકો સ્પેશિયલ પગ દબાવી દે છે. અહીં મોટા માણસો સેવા દેવા આવે છે.દ્વારકાના ખેડૂત અને યુથ કોંગ્રેસના પ્રમુખ મુકેશ કરમુરે જણાવ્યું હતું કે, આ પહેલું આંદોલન છે કે જેમાં અમારો આખો પરિવાર જોડાયો છે. આંદોલન થતા હોય પણ આખો પરિવાર જોડાયો હોય તેવું આ પહેલું આંદોલન જોયું છે મેં. અમે ચારથી પાંચ દિવસ સુધી રોકાવાના છીએ. હું અહીં પહોંચી ગયા પછી બધા સરકારી અધિકારીઓના ફોન ચાલુ થયા હતા કે તમે ક્યારે આવશો અમે તમારી રાહ જોઈએ છીએ.

    ગુજરાતના ખેડૂતો દિલ્હી ખેડૂત આંદોલનમાં ન જઈ શકે તે માટે સૌરાષ્ટ્રમાં ખેડૂત આગેવાનોને પોલીસે નજરકેદ કરીને રાખ્યા છે. આથી ખેડૂતો ધરપકડના ડરથી વેશપલ્ટો કરી દિલ્હી પહોંચી રહ્યાનું જાણવા મળ્યું છે. ગુજરાતના 200થી વધુ ખેડૂત પોલીસને થાપ આપી દિલ્હી પહોંચી ગયાની ચર્ચા પણ લોકોમાં થઈ રહી છે. સૌરાષ્ટ્રમાં 20થી વધુ ખેડૂત નેતાઓને તેમના નિવાસસ્થાને પોલીસે નજરકેદ કર્યા છે.


Download Our B K News Today App



Related News