સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલ્ટો, ગોંડલ પંથકમાં ગાજવીજ અને પવન સાથે એકથી દોઢ ઇંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-24 16:50:13
  • Views : 397
  • Modified Date : 2019-09-24 16:50:13

અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર અને હિકા વાવાઝોડાની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રમાં બપોર બાદ વાદળછાંયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો અને પંથકમાં એકથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.વાવાઝોડાને લઇને દરેક બંદર પર 3 નંબરનું સિગ્નલ અરબી સમુદ્રમાં વાવાઝોડું હિકા નામનું વાવાઝોડુ સક્રિય બન્યું છે. જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર જોવા મળી રહી છે. જો કે આ વાવાઝોડું ઓમાન તરફ ફંટાવવાની શક્યતા છે. પરંતુ સૌરાષ્ટ્રના દરિયામાં કરન્ટ જોવા મળી રહ્યો છે અને મોજા ઉછળી રહ્યા છે. સૌરાષ્ટ્રના દરેક બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ માછીમારોને માછીમારી ન કરવા ચેતવણી આપી દેવામાં આવી છે.

Download Our B K News Today App



Related News