કોંગ્રેસની વ‹કગ કમિટિની બેઠકમાં પક્ષ અધ્યક્ષના સરકાર પર પ્રહાર મોદી સરકારના મિસમેનેજમેન્ટથી ચીનની સાથે ઘર્ષણ ઃ સોનિયા ગાંધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-24 11:59:40
  • Views : 384
  • Modified Date : 2020-06-24 11:59:40

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે ચીન મુદ્દે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ભાજપના નેતૃત્ય હેઠળની કેન્દ્ર સરકારના મિસમેનેજમેન્ટને લીધે સરહદ
પર ભારતને ચીન સાથે ઘર્ષણ થયું હતું. આના પાછળ ભારત સરકારની ખોટી નીતિઓ પણ જવાબદાર છે તેમ તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસની મંગળવારે મળેલી વ‹કગ કમિટીની બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ જણાવ્યું કે, જો ચીન સાથે સરહદે ગતિરોધના મુદ્દે દ્રઢતાથી કામ નહીં લેવાય તો ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે. સીડબલ્યુસીમાં કોંગ્રેસ અધ્યક્ષે સરકાર પર ક્રૂર રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવા માટે
પણ આડેહાથ લીધા હતા. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ઘટી રહ્યા છે ત્યારે સતત ૧૭માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, કોરોના વાયરસ મહામારીમાં કેન્દ્રનું મિસમેનેજમેન્ટ એ મોદી સરકારની સૌથી મોટી નિષ્ફળતા રહી છે. સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, દુર્ભાગ્ય ક્યારેય એકલું નથી આવતું. ભારત આર્થિક કટોકટીથી પ્રભાવિત થયું છે, મહામારીએ ભરડો લીધો છે અને હવે ચીન સાથે સરહદે સંકટ ઊભું થયું છે. આ તમામ સકંટ માટે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનો ગેરવહીવટ તેમજ ખોટી નીતિઓ જવાબદાર છે. વીડિયો કોન્ફરન્સથી મળેલી સીડબલ્યુસી બેઠકમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત અન્ય ટોચના નેતાઓ
પણ હાજર રહ્યા હતા. ચીન સાથે એલએસી પર થયેલા ઘર્ષણ અંગે સોનિયા ગાંધીએ જણાવ્યું કે, ચીન સાથે વિવાદના અંત ક્યારે થશે તે નક્કી નથી ત્યારે આશા છે કે પરિપક્વ રાજદ્વારી નિર્ણયો થકી સરકાર દેશની અખંડિતતાને સુરક્ષિત રાખવા લેવાતા પગલાંની વિગતોને પણ જણાવશે. હકીકત એ છે કે એપ્રિલ-મેમાં ચીનના લશ્કરે ભારતના હદમાં આવતા પેંગોંગ ત્સો અને લદ્દાખના ગલવાન વેલી ક્ષેત્રમાં નોંધપાત્ર અતિક્રમણ કર્યું છે.
આ અંગે સરકાર નનૈય ભણી રહ્યું છે. આ સ્થિતિને ઉકેલવાને બદલે તે વણસી ગતી અને ૧૫-૧૬ જૂને હિંસક અથડામણ થઈ હતી.
કોંગ્રેસ પક્ષે સૌથી પહેલા સરકારના ચીન સાથેના સરહદી વિવાદ મુદ્દે સાથ આપવાની તૈયારી દર્શાવી હતી. લોકોને લાગી રહ્યું છે કે સરકારનો આ મામલે ગેરવહીવટ રહ્યો છે. અમે સરકારને વિનંતી કરીએ છે કે એલએસી પર શાંતિ, સૌહાર્દ પુનઃ સ્થાપિત થાય અને અગાઉ મુજબની સ્થિતિ પ્રસ્થાપિત થાય તે જ આપણા દેશના હિતમાં છે.


Download Our B K News Today App



Related News