વિશ્વના સૌથી સજ્જન વ્યક્તિ પ્રભાસને ઇન્સ્ટાગ્રામ પર હું આવકારું છું: શ્રદ્ધા કપૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-28 16:46:13
  • Views : 618
  • Modified Date : 2019-06-28 16:46:13

મોખરાની અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પ્રવેશ કરી રહેલા સહકલાકાર બાહુબલિ ફેમ પ્રભાસને ઉમળકાભર્યો આવકાર આપ્યો હતો.શ્રદ્ધાએ એક ફોટોગ્રાફ શૅર કરતાં લખ્યું કે અત્યાર સુધીમાં મને મળેલા સહકલાકારોમાં સૌથી વધુ સજ્જન અને પ્રિય મિત્ર એવા પ્રભાસને ઇન્સ્ટાગ્રામ પર હું આવકારું છું.મેગાબજેટ ફિલ્મ સાહો લગભગ પૂર્ણતાને આરે છે. મુંબઇમાં એના શૂટિંગનો આરંભ થવાની તૈયારી છે. કર્જતમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે. શ્રદ્ધાએ પ્રભાસ સાથે અબુ ધાબીમાં લેવાયેલા એક્શન દ્રશ્યોમાં પણ ભાગ લીધો હતો. એક અહેવાલ મુજબ આ એક્શન દ્રશ્યો પાછળ સાહોના સર્જકે 10 કરોડનો ખર્ચ કર્યો હતો. અગાઉ ન જોવા મળ્યાં હોય એવાં એક્શન શોટ્સ આ ફિલ્મમાં જોવા મળશે એવો દાવો કરવામાં આવ્યો હતો. હાલ શ્રદ્ધા એક કરતાં વધુ ફિલ્મો કરી રહી છે. સાહોમાં એક પોલીસ ઇન્સપેક્ટરનો રોલ રતી શ્રદ્ધા છિછોરેમાં એક કૉલેજ ગર્લ તથા મધ્યમ વર્ગની મહિલાનો એમ ડબલ રોલ કરી રહી છે. સ્ટ્રીટ ડાન્સરમાં એ એક પ્રોફેશનલ ડાન્સરના રોલમાં દેખાશે. એ એક સેટ પરથી બીજા સેટ પર દોડાદોડ કરીને પોતાના શિડયુલ્સ સાચવી રહી છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119