બ્રિજભૂષણ સિંહના નજીકના ગણાતા સંજય સિંહ WFIના નવા પ્રમુખ બન્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-21 16:08:06
  • Views : 97
  • Modified Date : 2023-12-21 16:08:06

આ વર્ષની શરુઆતમાં બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ દેશના દિગ્ગજ કુસ્તીબાજોએ આંદોલન શરૂ કર્યું હતું અને તેમને પદ પરથી હટાવવાની માંગ કરી હતી. આ રેસલર્સમાં બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સાક્ષી મલિકનો સમાવેશ થાય છે. આ તમામનો આરોપ હતો કે ભૂષણે મહિલા ખેલાડીઓનું યૌન શોષણ કર્યું હતું.બજરંગ પુનિયા,સાક્ષી મલિક અને વિનેશ ફોગાટે ભૂષણ વિરુદ્ધ આંદોલન શરુ કર્યું હતુ. તેમજ નવી દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા પર બેઠા હતા. ભૂષણે તેના પર લાગેલા તમામ આરોપને ખોટા ગણાવ્યા હતા. પરંતુ ત્યારબાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પોતાનું પદ છોડ્યું હતુ.

Download Our B K News Today App



Related News