રણબીર કપૂર પછી સંજય લીલા ભણસાલી પણ કોરોના પોઝિટિવ, આલિયા ભટ્ટ ક્વૉરન્ટીન થઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 15:31:16
  • Views : 318
  • Modified Date : 2021-03-09 15:32:08

    ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ ડિરેક્ટર આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ નાં શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં ચાલુ છે અને શૂટ દરમિયાન જ સંજય લીલા ભણસાલી કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. રણબીર કપૂર પછી સંજય લીલા ભણસાલીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આલિયા ભટ્ટ ક્વૉરન્ટીન થઇ છે.

    સૂત્રો તરફથી મળેલા રિપોર્ટ પ્રમાણે, હાલ સંજય લીલા ભણસાલી સેલ્ફ ક્વૉરન્ટીન છે. રણબીર કપૂર અને સંજય લીલા ભણસાલીનો રિપોર્ટ પોઝિટિવ આવતા આલિયા પોતે ક્વૉરન્ટીન થઇ છે. ડિરેક્ટરના કોન્ટેક્ટમાં જેટલા લોકો આવ્યા હતા તે બધા પણ સલામતીના ભાગ રૂપે ટેસ્ટ કરાવી રહ્યા છે. જો કે, સંજય લીલા ભણસાલીની માતા એકદમ સ્વસ્થ છે. ડિરેક્ટર પોતે કોરોના પોઝિટિવ આવ્યા પછી સૌપ્રથમ માતાનો ટેસ્ટ કરાવ્યો હતો. માતાનો રિપોર્ટ નેગેટિવ આવતા હાશકારો અનુભવ્યો હતો તેમ છતાં તેઓ ક્વૉરન્ટીન રહીને પોતાનું ધ્યાન રાખી રહ્યા છે.

    ભણસાલીની આલિયા ભટ્ટ સ્ટારર નવી ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ની જાહેરાત થઈ છે, ત્યારથી વિવાદોના પણ ફણગા ફૂટ્યા કરે છે. મહારાષ્ટ્રના કોંગ્રેસી ધારાસભ્ય અમીન પટેલે માગ કરી છે કે આ ફિલ્મનું નામ બદલી નાખવું જોઈએ, કેમ કે તેનાથી ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારનું નામ બદનામ થાય છે.સાઉથ મુંબઈના મુંબાદેવી મતવિસ્તારમાંથી ચુંટાયેલા અમીન પટેલે બાકાયદા મહારાષ્ટ્રની વિધાનસભામાં આ માગ કરી છે. એમણે હાકલ કરી છે કે આ મુદ્દે મહારાષ્ટ્રની સરકારે દખલગીરી કરીને ફિલ્મનું નામ બદલાવડાવવું જોઇએ.

    સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ક્રાઇમ રાઇટર એસ. હુસૈન ઝૈદીના પુસ્તક ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ના ગંગુબાઈના પ્રકરણ પર આધારિત છે, જે સત્ય ઘટના પરથી લખાયેલું છે. આ ફિલ્મનું ટીઝર 24 ફેબ્રુઆરીએ રિલીઝ થયું હતું. આલિયા ભટ્ટ ઉપરાંત અજય દેવગણને પણ ચમકાવતી આ ફિલ્મ 30 જુલાઇએ રિલીઝ થશે.આ બાજુ રણબીર કપૂરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી તે હોમ ક્વૉરન્ટીન છે અને તેની સારવાર ચાલુ છે. તેની માતા નીતુ સિંહે કન્ફ્રર્મ કર્યું છે. તેમણે સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે.નીતુએ લખ્યું કે, ‘તમારી ચિંતા અને પ્રાર્થના માટે આભાર. રણબીર કોરોના પોઝિટિવ છે, હાલ તેની સારવાર ચાલુ છે. તે હોમ ક્વૉરન્ટીન છે અને દરેક બાબતોનું ધ્યાન રાખી રહ્યો છે.’


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121