સેમીફાઈનલઃ માન્ચેસ્ટરમાં વાદળછાયુ વાતાવરણ, ટોસના સમયે વરસાદ પડે તેવી શક્યતા નહીંવત
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-07-09 18:23:14
- Views : 434
- Modified Date : 2019-07-09 18:23:14
22 જૂન 2019ના રોજ માન્ચેસ્ટર ખાતે કાર્લોસ બ્રેથવેટ 101 રને આઉટ થતાં ન્યૂઝીલેન્ડ વેસ્ટ ઇન્ડિઝ સામે 5 રને જીત્યું હતું. તે પછી તેઓ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ જીત્યા નથી. તેમ છતાં તેઓ ટીમ ઇન્ડિયાની જેમ ચેમ્પિયન બનવાથી માત્ર 2 કદમ દૂર છે.વર્લ્ડકપ 2019ની સેમિફાઇનલ-1 એટલે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ માટે ઉત્સાહનો માહોલ દરેક પ્લેટફોર્મ ઉપર જોવા મળી રહ્યો છે. ટાઇટલ ફેવરિટ ભારત સારી લયમાં છે અને તેમના માટે વિરાટ કોહલીના કહ્યા અનુસાર આ અન્ય એક મુકાબલો જ છે. બીજી તરફ પોતાની છેલ્લી ત્રણેય મેચ હારનાર ન્યૂઝીલેન્ડની ટીમ પાસે વરસાદી વાતાવરણ, તેનો ફાયદો ઉઠાવવા ટ્રેન્ટ બોલ્ટ અને લોકી ફર્ગ્યુસન જેવા બોલર્સ અને કેન વિલિયમ્સન જેવો લીડર છે.વર્લ્ડ કપમાં સાતમાંથી 6 સેમિફાઇનલમાં હારનો સામનો કરનાર કિવિઝને હળવાશથી લેવાની ભૂલ વિરાટ કોહલી કરે એમ નથી. જયારે 6 સેમિફાઇનલ રમીને 3 વાર ફાઇનલમાં પહોંચનાર ટીમ ઇન્ડિયાને ચોથી વાર ફાઇનલમાં જતા કેમ રોકવી તે પ્રશ્ન કેન અને કંપનીને સતાવતો હશે.હેડ ટૂ હેડ: વર્લ્ડકપમાં ભારત કિવિઝ સામેની 8માંથી 3 મેચ જીત્યું અને 4 મેચ હાર્યું છે. જયારે 1 મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું,.તેમજ ઇંગ્લેન્ડ ખાતે કિવિઝ સામેની ત્રણેય મેચમાં પણ ભારતનો પરાજય થયો હતો. પરંતુ કહેવાય છે ને મેચ દરમિયાન ભૂતકાળ નહીં પરંતુ વર્તમાન પ્રદર્શન કામ આવે છે. કોહલીની ટીમનો તાજેતરમાં કિવિઝ સામે દેખાવ સારો રહ્યો છે. ન્યૂઝીલેન્ડને તેમના ઘરઆંગણે 4-1થી હરાવ્યા પછી આ મેચમાં કોહલી અને કંપની એજ આત્મવિશ્વાસ સાથે મેદાને ઉતરશે.વેધર અને પિચ રિપોર્ટ: માન્ચેસ્ટરમાં વરસાદની સંભાવના છે. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. તાપમાન 18થી 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. અહિયાં ટૂર્નામેન્ટની 5 મેચ રમાઈ છે અને બધી મેચ પ્રથમ બેટિંગ કરનાર ટીમ જીતી છે. પ્રથમ બેટિંગનો એવરેજ સ્કોર 323 છે. ભારત અહિયાં 2 મેચ રમ્યું છે. પાકિસ્તાન સામે ભારતે 336 રન કર્યા હતા, જયારે વેસ્ટ ઇન્ડિઝ સામે 267 રન કર્યા હતા. ટીમ ઇન્ડિયાએ બંને મેચ સરળતાથી જીતી હતી. બીજી તરફ ન્યૂઝીલેન્ડે આ ગ્રાઉન્ડ ઉપર એક માત્ર મેચમાં વેસ્ટ ઇન્ડિઝ સામે 291 રન કર્યા હતા અને 5 રનના નજીવા માર્જિનથી જીત્યું હતું. શું ભારતે કેદારને રમાડવો જોઈએ?: જાધવે કિવિઝ વિરુદ્ધ 29ની એવરેજથી 9 વિકેટ લીધી છે. આ દરમિયાન તેણે 5 કરતા ઓછાની ઈકોનોમીએ રન આપ્યા છે. કેન વિલિયમ્સન અને ટોમ લેથમ 2-2 વાર તેના શિકાર થયા છે. કિવિઝ સામે તેનો દેખાવ જોતા ટીમ મેનેજમેન્ટ તેને દિનેશ કાર્તિકની જગ્યાએ રમાડવાનું ચોક્કસ વિચારશે.ટીમ ન્યુઝભારતીય ટીમની બોલિંગ લાઈન-અપ તેમની પ્લેઈંગ 11 નક્કી કરશે. ટીમ કેદાર જાધવને રમાડવા ઉત્સુક હશે તેમ જણાય છે. તેના આગમનથી ટીમને છઠો બોલિંગ વિકલ્પ મળે છે. તે ઉપરાંત રવિન્દ્ર જાડેજા અને ભુવનેશ્વર કુમાર બંને પોતાનું સ્થાન જાળવી રાખે છે કે કેમ? તે જોવાનું રહેશે.ભારતની સંભવિત પ્લેઈંગ 11: લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, ઋષભ પંત, એમએસ ધોની, કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યૂઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહબીજી તરફ કિવિઝ માટે નિર્ણય લેવો પ્રમાણમાં સરળ રહેશે. તેમની પ્લેઈંગ 11માં લોકી ફર્ગ્યુસનની ટિમ સાઉથીની જગ્યાએ વાપસી થશે. તે સિવાય અન્ય કોઈ ફેરફાર થાય તેમ જણાતું નથી.ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ 11: માર્ટિન ગુપ્ટિલ, હેનરી નિકોલસ, કેન વિલિયમ્સન, રોઝ ટેલર, ટોમ લેથમ, જેમ્સ નીશમ, કોલીન ડી ગ્રાન્ડહોમ, મિચેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 74
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 133
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 128
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 129
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 129
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 107
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 93
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 87
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 89
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 98
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 72
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 97
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 77
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 81
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 87
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 99
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 83
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 89
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 90
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 71
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 74
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 88
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 92
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 85
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 94
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 93
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 115
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 145
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 125
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 90
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 92
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 67
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 80
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 74
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 75
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 69
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 105
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 64
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 68
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 62
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 94
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 60
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 97
જ્યારે સ્વામી બોલ્યા, પટેલ થઈને નોકરી કરે છે?':દાદાએ ગાંધીજીની પ્રેક્ટિસ...
- by B.K.NEWS DAINIK
- December 8, 2025, 10:40 am
- 70
બાળપણનું સપનું પૂરું કરી એર હોસ્ટેસ બની હતી, અમદાવાદ પ્લેન ક્રેશમાં...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:13 pm
- 545
દુખદ / વિજય રુપાણી પહેલા આ તારીખે લંડન જવાના હતા, આ કારણે બે વાર ટિકિટ કરાવી...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:06 pm
- 185
અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:09 pm
- 81
શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? 11 લોકોના મોતના 4 કારણો સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:57 am
- 138
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:52 am
- 83



