સલમાન ખાન હવેથી કદી પ્રિયંકા ચોપરા સાથે કામ નહીં કરે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 12:04:25
  • Views : 512
  • Modified Date : 2019-05-21 12:04:25

શાહરૂખ ખાન અને પ્રિયંકા ચોપરા વચ્ચેની બોલચાલ બંધ છે, તે સહુ જાણે છે. હવે સલમાન ખાને પણ પ્રિયંકા સાથે સંબંધ કાપી નાખવાનો નિર્ણય લીધો એવું લાગે છે. સલમાન પણ ભવિષ્યમાં પ્રિયંકા સાથે કામ નહીં કરે તેવું અભિનેતાની નારાજગીથી લાગી રહ્યું  છે. સલમાનની નજીકના સૂત્રે જણાવ્યું હતું કે, પ્રિયંકાએ  'ભારત છોડી દીધી ત્યારથી સલમાને તેની સાથે નાતો તોડી નાખ્યો છે. અમે નથી જાણતા કે પ્રિયંકા ચોપરાએ 'ભારત' શા માટે છોડી દીધી. તેણે જ આ રોલ આપવાની અમને વિનંતી કરી હતી. પરંતુ સલમાન માટે હવે બસ થયું, તેણે તેની સાથેનો તમામ પ્રકારનો સંબંધ તોડી નાખ્યો છે. ટોચના કલાકારોના એકબીજા સાથે આટલી હદે સંબંધ બગડે એ બહુ જ ચિંતાજનક અને દુઃખદાયક  છે,''પ્રિયંકાએ સલમાન સાથે પહેલી વખત ગેરવર્તણૂક નથી કરી, આ પહેલાં પણ તેણે યોગ્ય વર્તન કર્યું નથી. પરંતુ આ વખતે તો સલમાને હવે નિર્ણય લઇ લીધો છે કે, તે પ્રિયંકા સાથે કોઇ પણ સંબંધ રાખવા માંગતો નથી. સલમાન હાલ કેટરિના સાથે ફિલ્મ 'ભારત'નું પ્રમોશન કરી રહ્યો છે. ત્યારે તે દરેક પ્રેસ કોન્ફરન્સમાં કેટરિના કૈફના ભરપેટ વખાણ કરી રહ્યો છે. સલમાને તો એટલી હદે કહ્યું  છે કે, આ ફિલ્મ માટે કેટરિનાને નેશનલ એવોર્ડ મળવો જોઇએ. પ્રિયંકાએ  જે રીતે છેલ્લી ઘડીએ ફિલ્મ છોડી તેના કારણે આ પ્રોજેક્ટ પર મુસીબતો આવી પડેલી, જે કેટરિનાએ એક મિત્રતાના ભાવે ફિલ્મમાં કામ કરીને દૂર કરી.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118