સલમાન ખાન ફેબ્રુઆરી 2023 માં ટાઇગર 3 ના અંતિમ શેડ્યૂલ માટે શૂટિંગ કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-12-31 13:27:36
  • Views : 272
  • Modified Date : 2022-12-31 13:27:36

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ફેબ્રુઆરી ૨૦૨૩ માં તેની આગામી ફિલ્મ ટાઇગર ૩ ના અંતિમ શેડ્યૂલનું શૂટિંગ કરશે.

યશ રાજ બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ટાઇગર 3માં સલમાન ખાન અને કેટરિના કૈફ મહત્વના રોલમાં છે, જ્યારે આ ફિલ્મમાં ઇમરાન હાશ્મી વિલનના રોલમાં જોવા મળવાના છે. સલમાન ખાન તેની આગામી ફિલ્મ ટાઇગર ૩ નું શૂટિંગ ફરી શરૂ કરવાની તૈયારીમાં છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ટાઈગર 3નું છેલ્લું શિડ્યુલ ફેબ્રુઆરી 2023માં દિલ્હીમાં શરૂ થવા જઈ રહ્યું છે.

કહેવામાં આવી રહ્યું છે કે, છેલ્લા શિડયુલમાં સલમાન આ ફિલ્મ માટે એક એક્શન પેક્ડ સીક્વન્સનું શૂટિંગ કરતો જોવા મળશે. એક્શન અને વીએફએક્સથી ભરપૂર આ દ્રશ્યોની કોરિયોગ્રાફી કોરિયન સ્ટંટ ટીમ કરશે. આ સીનમાં સલમાન પ્રોફેશનલ બોડીબિલ્ડર વરિન્દર સિંહ ઘુમન સાથે બે હાથ કરતો જોવા મળશે. મનીષ શર્મા દિગ્દર્શિત ટાઇગર 3 નવેમ્બર 2023માં રિલીઝ થશે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121