આ વર્ષે જન્મદિવસ નહીં મનાવે સલમાન ખાન, નવા વર્ષે પણ ફિલ્મ 'અંતિમ'નું શૂટિંગ કરતો હશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-17 14:02:25
  • Views : 358
  • Modified Date : 2020-12-17 14:02:25

    સલમાન ખાન 27 ડિસેમ્બરે 55 વર્ષનો થઇ જશે. જોકે, એક રિપોર્ટ અનુસાર તે આ વર્ષે તેનો જન્મદિવસ નહીં મનાવે. આ રિપોર્ટમાં સલમાનના નજીકના મિત્રના હવાલે લખવામાં આવ્યું છે, 'આવું પહેલીવાર છે, જ્યારે અમે ભાઈના જન્મદિવસ અને નવા વર્ષના અવસરે તેમના ફાર્મહાઉસ પર નથી જઈ રહ્યા.સ્પોટબોયના આ જ રિપોર્ટમાં મિત્રના હવાલે આગળ લખ્યું છે, 'મેં અમુક મીડિયા રિપોર્ટ્સમાં જોયું કે સલમાન આ વર્ષે નાનું સેલિબ્રેશન કરશે. પણ, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તે પહેલીવાર તેના જન્મદિવસ અને નવા વર્ષ પર તેના જીજુ (આયુષ શર્મા) સાથે ફિલ્મ 'અંતિમ: ધ ફાઇનલ ટ્રુથ'નું શૂટિંગ કરતો હશે. જોકે, આ ફિલ્મના ડિરેક્ટર મહેશ માંજરેકર છે એટલે સેટ પર ભાઈના જન્મદિવસનું કોઈપણ પ્રકારનું સેલિબ્રેશન હોવાનું નક્કી છે.'

    મહેશ માંજરેકર ન માત્ર સલમાન અને આયુષ સ્ટારર ફિલ્મ 'અંતિમ'ના ડિરેક્ટર છે પણ તે સલમાનના ક્લોઝ ફ્રેન્ડ્સમાં સામેલ છે. સલમાને મહેશની દીકરી સઈ માંજરેકરને તેની ફિલ્મ 'દબંગ 3'માં કાસ્ટ કરી હતી. રિપોર્ટ તો એવા પણ છે કે સઈ માંજરેકર 'અંતિમ' ફિલ્મમાં પણ મહત્ત્વના રોલમાં છે. જોકે, ખુદ મહેશે આ વાતને નકારી દીધી છે.સલમાન ખાન છેલ્લે 'દબંગ 3'માં દેખાયો હતો, જે 20 ડિસેમ્બર, 2019ના રોજ રિલીઝ થઇ હતી. 2020માં ઈદના દિવસે તેની ફિલ્મ 'રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ' રિલીઝ થવાની હતી. કોરોના મહામારીને કારણે અને લોકડાઉનને કારણે તે શક્ય ન બન્યું. હવે આ ફિલ્મ 2021માં રિલીઝ થશે. 'રાધે' અને 'અંતિમ' સિવાય સલમાન 2021માં 'પઠાન' અને 'લાલ સિંહ ચઢ્ઢા'માં કેમિયો પણ કરશે.

'


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121