સલમાન ખાને પરિવાર-મિત્રોની સાથે ફાર્મહાઉસમાં 55મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-27 12:02:58
  • Views : 352
  • Modified Date : 2020-12-27 12:02:58

    સલમાન ખાનનો 27 ડિસેમ્બરના રોજ 55મો જન્મદિવસ છે. સલમાને પહેલાં જ કહ્યું હતું કે તે આ વર્ષે પોતાના જન્મદિવસ પર કોઈ પાર્ટી કરશે નહીં. જોકે, તેણે પોતાના પરિવાર તથા મિત્રો સાથે પનવેલ સ્થિત ફાર્મહાઉસમાં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. આ સેલિબ્રેશનનો વીડિયો તથા તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ છે.સલમાનના મિડનાઈટ બર્થડે સેલિબ્રેશન દરમિયાન મીડિયા પણ હાજર હતું. આ સમયે સલમાને મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે આ વર્ષે કોઈ સેલિબ્રેશન થશે નહીં. તે તથા તેના પરિવાર સિવાય કોઈ પણ હાજર નહીં હોય. સલમાને વધુમાં કહ્યું હતું, 'મને આ ભયાનક વર્ષમાં મારો જન્મદિવસ સેલિબ્રેટ કરવાની કોઈ ઈચ્છા નથી. મને આશા છે કે આવતું વર્ષ આપણા માટે પોઝિટિવિટી લઈને આવશે. તમામ સ્વસ્થ, ખુશ અને સુરક્ષિત રહેશે.' સલમાનની મિડનાઈટ પાર્ટીમાં કોમેડિયન સુનીલ ગ્રોવર, મુદસ્સર ખાન, નિકિતિન ધીર, ડિરેક્ટર મુકેશ છાબરા તથા પોલિટિશિયન બાબા સિદ્દીકી હતા.

    વાઈરલ વીડિયો તથા તસવીરોમાં સલમાન ખાન કેક કાપતો જોવા મળે છે. સલમાન ખાનની સાથે બૉડીગાર્ડ પણ હતા. કોરોના ગાઈડલાઈન પ્રમાણે તમામે માસ્ક પહેર્યો હતો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું હતું. ચાહકોએ સોશિયલ મીડિયામાં સલમાનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.સલમાને મેસેજમાં લખ્યું હતું, 'મારા જન્મદિવસ પર ફેન્સનો પ્રેમ અને સ્નેહ વર્ષોથી ખૂબ રહ્યો છે, પણ આ વર્ષે મારો વિનમ્ર આગ્રહ છે કે કોરોના મહામારી અને સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને મારા ઘરની બહાર ભીડ ના લગાવતા. માસ્ક પહેરો, સેનિટાઇઝ કરો. સોશિયલ ડિસ્ટન્સ રાખો. આ સમયે હું ગેલેક્સીમાં નથી.'


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121