સલમાનની તબિયત લથડી:દબંગ ખાનને ડેન્ગ્યુ થતાં 'બિગ બોસ-16'નું શૂટિંગ કેન્સલ કર્યું

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-22 14:01:53
  • Views : 286
  • Modified Date : 2022-10-22 14:01:53

    આ સમયે દેશભરમાં ડેન્ગ્યુનો કહેર જોવા મળી રહ્યો છે, તો ઘણાં શહેરોમાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો છે. આ વચ્ચે સલમાન ખાનના ફેન્સ માટે ખરાબ સમાચાર છે. એક રિપોર્ટ અનુસાર, સલમાન ખાન ડેન્ગ્યુની ઝપેટે આવ્યો છે, જેને કારણે ટીવી શો 'બિગ-બોસ 16'નું શૂટિંગ કેન્સલ કરી દીધું છે. આવનારાં થોડાં અઠવાડિયાં સુધી એક્ટર આ શોને હોસ્ટ નહીં કરે. જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી તે કામ પરથી બ્રેક લેશે.

સલમાન ખાન આજકાલ 'કિસી કા ભાઈ કિસી કી જાન' ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો, પરંતુ તેની તબિયત લથડતાં ફિલ્મનું શૂટિંગ પણ અટકાવી દેવામાં આવ્યું છે. બોલિવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર, ડેન્ગ્યુ થયા બાદ ડોકટરે સલમાનને આરામ કરવાની સલાહ આપી છે. દબંગ ખાન હવે ટીવીના જ નહીં, પરંતુ ફિલ્મના શૂટિંગમાં પણ બ્રેક લીધો છે.જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સલમાન ખાન પોતે કરન જોહરને 'બિગ બોસ-16' હોસ્ટ માટે મનાવ્યો છે. માહિતી તો એવી પણ મળી રહી છે કે સલમાન પોતે કરનને ફોન કરીને શો હોસ્ટ કરવા વિનંતી કરે છે. આ બાદ કરન સલમાનને ના પાડી શક્યો નહીં, હવે શોના કેટલાક એપિસોડમાં કરન હોસ્ટ તરીકે જોવા મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે કરન સલમાનનું ખૂબ સન્માન કરે છે, એવું માનવામાં આવે છે કે જ્યારે કરનની ફિલ્મ 'કુછ-કુછ હોતા હૈ'ના તમામ કલાકારોએ સાઈડ રોલ કરવાની ના પાડી હતી, ત્યારે સલમાન જ ફિલ્મમાં રોલ કરવા તૈયાર હતો.

ઉલ્લેખનીય છે કે કરન આ પહેલાં બિગ બોસ ઓટીટી શો હોસ્ટ કરી ચૂક્યો છે. ઓટીટી પર કરનને હોસ્ટ તરીકે ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો. જોકે ફેન્સને 12 વર્ષથી બિગ બોસમાં સલમાનને જોવાની આદત છે. આ સ્થિતિમાં ફેન્સ કરન પર કેવી પ્રતિક્રિયા આપશે એ જોવું રસપ્રદ રહેશે.

ઇ-ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, સલમાનના નજીકના એક ફિલ્મ-એક્ટરે જણાવ્યું હતું કે સલમાન ડેન્ગ્યુમાંથી જલદી સ્વસ્થ થઈ રહ્યો છે. તે 25 ઓક્ટોબર પછી તેની આગામી ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાનનું શૂટિંગ ફરી શરૂ કરી શકે છે. ડેન્ગ્યુને કારણે તે હજુ સુધી કોઈ બોલિવૂડ પાર્ટી કે અથવા દિવાળીની ઉજવણીની પાર્ટીમાં જોવા મળ્યો નથી.

 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121