સલમાનનાં ઘરે ફાઈનલી શરણાઈ વાગશે, લાડી ઝરીન ખાન સાથે ફરશે સાત ફેરા !

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-19 12:35:07
  • Views : 1252
  • Modified Date : 2019-08-19 12:35:07

બોલીવુડમાં ફિલ્મ ‘વીર’થી ડેબ્યૂ કરનાર ખુબસુરત અભિનેત્રી ઝરીન ખાન પોતાની અભિનય ક્ષમતા પૂરવાર કરી ચુકી છે. પોતાના અલગ અંદાજ અને ખુબસુરતીના કારણે આ અભિનેત્રી હંમેશા ચર્ચામાં રહી છે. આ અભિનેત્રી સાથે સલમાનનું ખાસ કનેક્શન રહેલુ છે સલમાન સાથે જ તેની ડેબ્યુ ફિલ્મ હતી અને આપણે સૌ ખુબજ સારી રીતે જાણીએ છીએ કે સલમાન તેની કો સ્ટારને ખુબજ મદદ કરે છે.પોતાની પહેલી જ ફિલ્મ હોવાથી સ્વાભાવિક છે ઝરીન ખાન થોડી ડરતી હતી તો સલમાને તેને એ સમયે ખુબજ મદદ કરી હતી પોતાના આ અનુભવને વર્ણવતા ઝરીને કહ્યુ કે હવે ટુંક સમયમાં હું ઠરીઠામ થઈ જવાની છુ અને મારા મનડાના માણીગર સાથે લગ્ન કરવાની છુ. ઝરીનને પુછવામાં આવ્યુ કે આ તારા રીઅલ લાઈફનો હીરો કોણ હશે તો ઝરીને શરમાતા કહ્યુ કે સલમાન જ હોયને.જો કે થોડી વાર પછી ઝરીને જ સ્પષ્ટ કર્યુ કે મજાક કરી રહુ છુ વાસ્તવમાં મારો હમણા લગ્નનો કોઈ ઈરાદો જ નથી. પણ હા તેને ખુબજ મજા આવશે તેની આ વાત આગની જેમ ફેલાઈ જાય આથી તે આ વાત મસ્તી મસ્તીમાં પણ સાચી થાય તેવુ ઈચ્છે છે.ઝરીન ખાને સલમાન ખાનની ફિલ્મ વીર સાથે બોલીવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. ત્યાર પછી ઝરીને કેટલીક સુપરહિટ ફિલ્મો આપી હતી. ઝરીનને જ્યારે પુછવામાં આવ્યુ કે તે કોઈ અફવા ફેલાવા માંગે તો કઈ હશે તો તેણે હસતા હસતા કહ્યુ કે તેના અને સલમાનના લગ્ન થઈ રહ્યા છે. ઝરીને કહ્યું કે તેને સલમાન સિવાય કરણ સિંહ ગ્રોવર અને ગૌતમ રોડે જેવા હેન્ડસમ યુવકો ગમે છે તે ઇચ્છે છે કે તેનું નામ જોડાય તો કોઈ હેન્ડસમ યુવક સાથે જોડાય.ઝરીને એ પણ કહ્યુ કે તેને તો ખરેખર લગ્ન સંસ્થા પર વિશ્વાસ જ નથી કોઇ એક વ્યક્તિ જીવન પર્યત તમને સાથ આપે તે નક્કી તો નથીને? અને તે ઈમોશનલ હોવાથી આવી કોઈ વાતથી દૂર જ રહેવા માંગે છે. તેણે એ પણ કહ્યુ હાલ લગ્ન માત્ર મજાક બનીને રહી ગયા છે. તો જો ખરેખર તેના લગ્ન થાય તો સલમાન ખાન કેમ નહી? તેનું નામ જોડાય તો સલમાન સાથે કેમકે તેણે સલમાનને લોકોને મદદ કરતા જોયો છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121