સગીરા પર બળાત્કાર કેસમાં કૌટુંબિક દાદાને આજીવન કેદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-13 18:32:32
  • Views : 522
  • Modified Date : 2019-07-13 18:32:32

જામજોધપુર તાલુકાના સડોદર ગામે સગીરા ઉપર કૌટુંબિક દાદા સહિત ચાર શખ્સોએ દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવ્યા બાદ સગીરાએ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ ચાલી જતા એક આરોપીને આજીવન કેદ તેમજ અન્ય ત્રણ આરોપીઓ પૈકી બેને દશ વર્ષ અને એકને સાત વર્ષની કેદ ઉપરાંત દંડ ફટકાર્યા છે.જામજોધપુરના સડોદર ગામે રહેતી સગીરા શાળાએથી આવ્યા બાદ નજીકમાં જ રહેતા તેના કૌટુંબિક દાદાના ઘરે ગઇ હતી. જ્યાં કોઇ હાજર ન હોય કૌટુંબિક દાદાએ દુષ્કર્મ ગુજારી ધમકી આપી ચૂપ રહેવાની ફરજ પાડી હતી. તે જ પ્રમાણે ગામમાં કરિયાણાનો વ્યવસાય કરતા ખીમાણંદ જગા બેરાની દુકાને ગુંદર ખરીદવા ગઇ ત્યારે તેણે પણ દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ છએક મહિના પછી પેટમાં દુ:ખાવો ઉપડતા જામનગરની જી.જી. હોસ્પિટલમાં લવાયા બાદ છ મહિનાનો ગર્ભ હોવાનું તબીબોએ જણાવ્યું હતું. એ પછી સગીરાએ શેઠવડાળામાં રાજા ઉકા રાઠોડ, ગુલ્ફી વેચવાની દુકાન ધરાવતા રમેશ ઉકા પટેલ, અનિલ જેન્તી જેશી પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાવી હતી.  કેસ જામનગરની પોકસો કોર્ટમાં ચાલીજતા રાજા ઉગા રાઠોડને આઇપીસી કલમ ૩૭૬ના ગુન્હામાં આજીવન કેદની સજા, રૂા.૧૦ હજાર દંડ, આઇપીસી પ૦૬ (ર) ના ગુન્હામાં એક વર્ષની કેદ તથા રૂા.૧ હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત ખીમાણંદ જગાને દશ વર્ષની સખત કેદની સજા, રૂા.૧૦ હજારનો દંડ, રમેશ ઉકા પટેલને આઇપીસી કલમ ૩૭૬ ના કેસમાં દશ વર્ષની કેદ તેમજ રૂા.૧૦ હજારનો દંડ, આરોપી અનિલ જેન્તી જોશીને કલમ ૩પ૪ (અ) માં બે વર્ષની કેદ તથા રૂા.૧૦ હજારનો દંડ તેમજ ચારેય આરોપીઓને પોકસો એકટની કલમ ચારના ગુન્હામાં સાત વર્ષની કેદ, રૂા.૧૦ હજાર નો દંડ, કલમ ૬ હેઠળના ગુન્હામાં દશ વર્ષની કે તેમજ દશ હજારનો દંડ ફટકાર્યા છે. 


Download Our B K News Today App



Related News