2000 શહીદોનાં બલિદાનને યાદ કરાશે, પરિવારોનું થશે સન્માન, રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુની મુલાકાતે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-24 11:18:58
  • Views : 249
  • Modified Date : 2022-07-24 11:18:58

2000 શહીદોનાં બલિદાનને યાદ કરાશે, પરિવારોનું થશે સન્માન, રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુની મુલાકાતે

રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે જમ્મુની એક દિવસીય મુલાકાતે જશે. અહીં તેઓ જમ્મુ સ્થિત સૈન્ય કમાન્ડરોને મળશે અને કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપશે.

એટલું જ નહીં પણ ફોરવર્ડ લોકેશન્સની મુલાકાત લઈને ઓપરેશનલ તૈયારીઓની પણ તપાસ કરશે. આ દરમિયાન તેમની સાથે આર્મી ચીફ પણ જશે.

2000 શહીદોના પરિવારજનોનું સન્માન 

આ સથે મુલાકાત દરમિયાન દેશ માટે શહીદ થયેલા 2000 શહીદોના પરિવારજનોને એક કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવશે.

કારગિલ વિજય દિવસની પૂર્વ સંધ્યાએ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને RSSના સરકાર્યવાહક દત્તાત્રેય હોસબોલે આજે જમ્મુ પહોંચી રહ્યા છે અને દેશ માટે બહાદુર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.

Rajnath Singh ની જમ્મુ મુલાકાત

જમ્મુ કાશ્મીર પીપલ્સ ફોરમ દ્વારા જમ્મુમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજનાથ સિંહ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લગભગ 2000 એવા પરિવારોનું સન્માન કરશે, જેમના પરિવારોએ દેશ માટે શહીદી વહોરી લીધી છે.

ફોરમના પ્રમુખ રમેશ ચંદ્ર સભરવાલના જણાવ્યા અનુસાર, રક્ષા મંત્રી રાજનાથ સિંહ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હશે. આ સિવાય રક્ષા મંત્રી જમ્મુ સ્થિત સૈન્ય કમાન્ડરોને પણ મળશે. ઓપરેશનલ તૈયારીઓની પણ તપાસ કરશે.

જવાનોની શહાદતને યાદ કરવામાં આવશે

કાર્યક્રમ દરમિયાન RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે મુખ્ય વક્તા તરીકે રહેશે. શહીદોના પરિવારજનોને શાલ અને સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરવામાં આવશે. આ માટે લગભગ બે હજાર શહીદોના પરિવારોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ દેશની આંતરિક અને સરહદની રક્ષા કરતા સેના, અર્ધલશ્કરી દળો અને જમ્મુ-કાશ્મીર પોલીસ સહિત અન્ય સુરક્ષા દળોના જવાનોના બલિદાનને યાદ કરશે.

 

Download Our B K News Today App



Related News