વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લા વચ્ચે જંગ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-02 11:43:14
  • Views : 540
  • Modified Date : 2019-06-02 11:43:14

વર્લ્ડ કપની રોમાંચક શરૂઆત થઇ ગઇ છે. એક પછી એક મેચનો સિલસિલો જારી છે. હવે આવતીકાલે ઓવલના મેદાન પર દક્ષિણ આફ્રિકા બાંગ્લાદેશ સામે રમનાર છે. પ્રથમ મેચમાં ઇંગ્લેન્ડ સામે હારી ગયા બાદ દક્ષિણ આફ્રિકા પર જીત મેળવી લેવા માટે દબાણ વધી રહ્યુ છે. આવી Âસ્થતીમાં તેની પાસેથી સારા દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ મેચનુ પ્રસારણ ઓવલના મેદાન પરથી આવતીકાલે બપોરે ૩ વાગ્યાથી કરવામાં આવનાર છે. મેચને લઇને ભારે ઉત્સાહ છે. ડુ પ્લેસીસના નેતૃત્વમાં આફ્રિકાની ટીમ આવતીકાલની મેચમાં ફેવરીટ તરીકે મેદાનમાં ઉતરનાર છે. ટીમમાં હાસીમ અમલા, ડીકોક, ડ્યુમિની જેવા સ્ટાર ખેલાડી છે પરંતુ પ્રથમ મેચમાં તેની કારમી હાર થઇ હતી. ઇમરાન તાહીરની બોલિંગ પર તમામ બાબતો આધાર રાખે છ. ડેલ સ્ટેઇન પર પણ તમામની નજર રહેશે.  ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જા કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં  ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી  નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાનિસ્તાન અને વેસ્ટ ઇÂન્ડઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્‌ઝમાં રમાશે. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. બાગ્લાદેશની ટીમમાં પણ અનેક આક્રમક ખેલાડી રહેલા છે. દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની ટીમો નીચે મુજબ છે.


આફ્રિકા ઃ ડુ પ્લેસીસ (કેપ્ટન), હાસીમ અમલા, ડીકોક, વાનડેર, ડ્યુમિની, માર્કરામ, ડેવિડ મિલર, લુંગીગીડી, ક્રિસ મોરિસ, ફેલુકવાયો, પ્રિટોરિયસ, રબાડા, શામ્સી, ડેલ સ્ટેઇન, ઇમરાન તાહીર

બાંગ્લાદેશ ઃ મોર્તજા (કેપ્ટન), અબુ જાયેદ, લિટોનદાસ, મહેમુદુલ્લા, મહેદી હસન, મોહમ્મદ મિથુન, સેફુદીન, મોસાડેક હુસેન, રહીમ, રહેમાન, રૂબેલ હુસૈન, શબ્બીર રહેમાન, શાકીબ અલ હસન, સોમ્યા સરકાર, તામીમ


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 120