25 કરોડના આલીશાન બંગલામાં રહે છે RRR નો સુપર સ્ટાર અભિનેતા, લકઝરી કારનું કલેક્શન તો જોતાં જ રહી જશો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-20 14:06:32
  • Views : 446
  • Modified Date : 2022-05-20 14:06:32

જુનિયર એનટીઆરે ફિલ્મ સ્ટુડન્ટ નંબર 1થી કરી કારકિર્દીની શરૂઆત

જુનિયર એનટીઆરે 2001માં ફિલ્મ સ્ટુડન્ટ નંબર 1થી કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેઓ અનેક ફિલ્મોમાં જોવા મળ્યાં. હાલમાં તેમની ફિલ્મ આરઆરઆર રીલીઝ થઇ છે, જેણે બૉક્સ ઑફિસ પર ધૂમ મચાવી છે. આવો જુનિયર એનટીઆરના જન્મ દિવસે તેના ઘરની ઈનસાઈડ તસ્વીરો જોઈએ. જુનિયર એનટીઆર આઠ વર્ષની ઉંમરથી અભિનય કરતા હતા. તેમણે ફિલ્મ બ્રહ્મર્ષિ વિશ્વમિત્રાથી ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે ડેબ્યુ કર્યુ હતુ. ત્યારબાદ તેમણે એકથી વધુ એક ફિલ્મો સારી કરી છે. જુનિયર એનટીઆર જેને તારક પણ કહેવામાં આવે છે, જે લક્ઝરી લાઈફ જીવે છે. હૈદ્રાબાદના જ્યુબિલી હિલ્સમાં તેમનો 25 કરોડનો આલીશાન બંગ્લો છે. 

 

કાર્પેટથી લઇને પેઈન્ટિંગ બધુ વિદેશમાંથી લાવવામાં આવ્યું

બે બાળકો અને પત્ની લક્ષ્મી પ્રણતીની સાથે તેઓ આલીશાન ઘરમાં રહે છે. આ ઘરમાં તમામ સુખ-સુવિધાઓ રહેલી છે. ઘરનું ઈન્ટીરિયર એવી રીતે નક્કી કરવામાં આવ્યું છે, જેને જોઈને તમારી નજર હટશે નહીં. કાર્પેટથી લઇને પેઈન્ટિંગ સુધી બધુ વિદેશમાંથી લાવવામાં આવ્યું છે. રૂમમાં કિમતી ટાઈલ્સ લગાવવામાં આવ્યાં છે. જુનિયર એનટીઆરનુ ઘર અંદરથી કોઈ સ્વર્ગથી ઓછુ નથી. બંગ્લાની અંદર એક મંદિર પણ છે. તેની આગળ એક મોટો ગેટ છે, જેમાં ઘંટ લગાવવામાં આવ્યો છે. લોકડાઉનમાં તેઓ પોતાના પુત્રની સાથે આ ઘંટને કોરોના વોરિયર માટે વગાડતા હતા.

 

જુનિયર એનટીઆર 500 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક

મીડિયા રિપોર્ટસ મુજબ જુનિયર એનટીઆર અંદાજે 500 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. ફિલ્મો અને જાહેરાત દ્વારા તેમની કમાણી થાય છે. આરઆરઆર ફિલ્મ માટે તેમણે 45 કરોડની ફી લીધી હતી. 

 

 

Download Our B K News Today App



Related News