RRRના ‘નાટુનાટુ‘ ગીતને ‘બેસ્ટ ઓરિજિનલ સોંગ’નો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-12 16:06:08
  • Views : 517
  • Modified Date : 2023-01-12 16:06:08

દક્ષિણ ભારતની ફિલ્મ આરઆરઆરએ ગોલ્ડન ગ્લોબ 2023’ ઈતિહાસ રચ્યો છે. ફિલ્મના જાણીતા ગીત નાટુનાટુને 80માં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં બેસ્ટ ઓરિજિનલ સોંગનો ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો છે. નાટુનાટુગીત સંગીતકાર એમ એમ કીરાવાણીએ કમ્પોઝ કર્યું છે. આ એવોર્ડ જીતી એમ એમ કીરાવાણીએ દેશનું નામ રોશન કરી દીધું છે. ફિલ્મની આ સિદ્ધિથી પ્રભાવિત થઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને ફિલ્મની આખી ટીમને અભિનેદન પાઠવ્યા હતા.

એમ એમ કીરાવાણી દક્ષિણ ભારતની સિનેમાના દિગ્ગજ મ્યુઝીક ડાયરેક્ટરમાંના એક છે. આંધ્રપ્રદેશના આ સંગીત દિગ્દર્શકને દુનિયા હવે એમ એમ કીરાવાણીના નામથી ઓળખાય છે. એમ એમ કીરાવાણીએતમિલ, તેલુગુ અને કન્નડ ભાષાની અઢળક ફિલ્મોમાં સંગીત આપ્યું છે. આરઆરઆરના ‘નાટુનાટુ’ ગીતને કારણે તેમણે ભારતીય ફિલ્મ સંગીતનો દુનિયા ભરમાં ડંકો વગાડી દીધો છે.

એસ એસ રાજામૌલીની રામ ચરણ અને જુનિયર એનટીઆર સ્ટાર ફિલ્મ આરઆરઆર ગયા વર્ષે માર્ચમાં સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી અને ફિલ્મે વૈશ્વિક બોક્સ ઓફિસ ધમાકેદાર પરફોર્મન્સ કર્યું છે, ફિલ્મે 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. 80માં ‘ગોલ્ડન ગ્લોબ એવોર્ડ’માં આરઆરઆરને સ્થાન મળ્યું છે, ફિલ્મની આખી ટીમ એવોર્ડ સમારોહમાં પહોંચી ગઈ છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121