RPF જવાને જીવના જોખમે યાત્રીનો જીવ બચાવ્યો, ટ્રેક પર પટકાય એ પહેલાં જ ધક્કો મારી દીધો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-16 15:43:55
  • Views : 343
  • Modified Date : 2020-12-16 15:43:55

    ઝારખંડના ચાઈબાસના ચક્રધરપુર રેલવે સ્ટેશનના cctv ફૂટેજ સામેઆવ્યા છે. અહીં RPF જવાને જીવના જોખમે યાત્રીને બચાવવાનું સાહસભર્યું કામ કર્યું છે.રાત્રે 1 વાગ્યે પ્લેટફોર્મ નં. 2 પર ટ્રેન આવી તો એક યાત્રી ઊંઘમાં જ નીચે ઊતરી ગયો.ચાલતી ટ્રેનમાંથી ઊતર્યા બાદ તરત જ તેને ભાન થયું અને ફરી ટ્રેનમાં ચઢવા ગયો.આ સમયે પ્લેટફોર્મ પર હાજર RPF જવાન સચીન કુમાર સૈની તરત જ એબાજુ દોડી ગયા.અને થયું પણ એવું કે, બેલેન્સ ગુમાવતાં યાત્રીનો હાથ કોચના હેન્ડલ પરથી છૂટી ગયો.જો કે, યાત્રી પટકાઈને ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે જતો રહે એ પહેલાં જ જવાને તેને એક હાથે પકડી લીધો.RPF જવાને યાત્રીને પકડીને દોડતો રહ્યો અને આખરે કોચમાં ધક્કો મારી દીધો. આમ, RPF જવાનની સતર્કતાને કારણે એક યાત્રીનો જીવ બચી ગયો છે.મુંબઈથી હાવડા જતી ટ્રેનના યાત્રી સાથે રવિવારે રાત્રે આ ઘટના બની હતી.

Download Our B K News Today App



Related News