રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરીને WPL 2024 ફાઈનલ પહેલા તુટેલા કાચની ગિફટ મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-17 16:56:50
  • Views : 244
  • Modified Date : 2024-03-17 16:56:50

એલિસ પેરીનું રોયલ ચેલનેજર્સ બેંગ્લોરને મુંબઈ વિરુદ્ધ એલિમિનેટરમાં જીત અપાવવામાં મહત્વનું યોગદાન હતુ. પહેલા તેમણે બેટિંગ કરી 66 રનની ઈનિગ્સ રમી ત્યારબાદ વિકેટથી ધમાલ મચાવી, મુંબઈને હરાવી આરસીબી વુમન્સ પ્રીમિયર લીગની ફાઈનલમાં પહોંચી ગઈ છે, પરંતુ ફાઈનલ રમતા પહેલા એલિસ પેરીને ખાસ ગિફટ મળી છે.ટૂર્નામેન્ટની 11મી મેચમાં એલિસ પેરીએ પોતાના શોર્ટથી ઈનામમાં આપનાર મેદાનમાં ઉભેલી કારનો કાચ તોડી નાંખ્યો હતો. યુપી વિરુદ્ધ રમાયેલી મેચમાં પેરીએ 4 સિક્સ ફટકારી હતી. જેમાં એક સિક્સથી કારનો કાચ તોડી નાંખ્યો હતો.હવે ટાટા તરફથી કારનો તુટેલો ગ્લાસ પેરીને ગિફટમાં આપવામાં આવ્યો છે. આ ગિફટ લેતી વખતે પેરી ખુબ ખુશ જોવા મળી રહી છે. ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત આવું થયું કે, જ્યારે ગિફટમાં આપવામાં આવેલી કારનો ગ્લાસ તુટી ગયો હોય. 

Download Our B K News Today App



Related News