રોહિત શેખર હત્યા કેસ :પત્નીની પુછપરછ, પરિવાર શંકાના ઘેરામાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 07:20:55
  • Views : 522
  • Modified Date : 2019-04-21 07:20:55

ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યપ્રધાન રહેલા એનડી તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીના મોતના મામલામાં ઉંડી તપાસનો દોર ચાલી રહ્યો છે. રોહિતના મોતને હજુ સુધી સામાન્ય મોત તરીકે રજૂ કરીને માહિતી સપાટી પર આવી રહી હતી પરંતુ હવે નવા વળાંક આવ્યા છે. એવું જાણવા મળ્યું છે કે, સવારે બે વાગ્યાથી લઇને ચાર વાગ્યા વચ્ચેના ગાળામાં રોહિત શેખરની હત્યા કરવામાં આવી હતી. શેખર તિવારીની હત્યા કરવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયા બાદ ઉંડી તપાસનો દોર શરૂ થઇ ચુક્યો છે. આ મામલામાં પુછપરછનો સિલસિલો શરૂ થઇ ચુક્યો છે. આગામી દિવસોમાં કેટલીક ચોંકાવનારી વિગતો સપાટી ઉપર આવે તેવી શક્યતા છે. રોહિત શેખરની પત્નીની  પુછપરછ શરૂ થઇ ચુકી છે. પોલીસને હજુ સુધી કેટલાક મામલામાં શંકા છે. હવે હત્યાની શંકાને લઇને રોહિત શેખર તિવારીના પરિવારના સભ્યોની પુછપરછ કરવામાં આવી રહી છે. આ સંબંધમાં આજે સવારે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રોહિતની  પત્નીની પુછપરછ કરવામાં આવી રહી છે. આ પહેલા શુક્રવારના દિવસે પોલીસે કહ્યુ હતુ કે રોહિતને હાર્ટ અટેકનો હુમલો થયો ન હતો. પરંતુ તેની ગળુ, મો અને નાક દબાવીને હત્યા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે હત્યાથી પહેલા તેને શરાબમાં નશાની ચીજ આપી દેવામાં આવી હતી. બેભાન થઇ ગયા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. ગુરૂવારના દિવસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ રોહિતના ગરદન પર પાંંચ આંગળીના નિશાન મળી આવ્યા છે. ગળુ દબાવવામાં આવે ત્યારે તેનો આવાજ ન આવે તે માટે આ ક્રુર રીતિ અજમાવવામાં આવી હતી. હત્યાની શંકા થયા બાદ પોલીસે ઘરના પાંચ સીસીટીવી પર રહેલા ફોટો નિહાળ્યા છે. એકમાં સોમવારના દિવસે નશામાં રોહિત સીડી ચઢતો દેખાય છે. સાથે સાથે શરાબ હાથમાં લઇને જતો નોકર  નજરે પડે છે. એમ માનવામાં આવે છે કે હત્યા કરનાર શખ્સ કોઇ ઘરની અંદરની વ્યÂક્ત હોઇ શકે છે. ક્રાઇમ બ્રાન્ચે ઘરમાં રહેલા તમામ લોકોને સાફ શબ્દોમાં કહ્યુ છે કે જ્યાં સુધી તપાસ પૂર્ણ કરવામાં ન આવે ત્યાં સુધી કોઇ વ્યÂક્ત ઘર છોડીને બહાર ન જાય. અત્રે નોંધનીય છે કે મંગળવારના દિવસે ચાર વાગ્યા ડિફેન્સ કોલોની Âસ્થત સી-૩૨૯ Âસ્થત પોતાના આવાસમાં રોહિત શંકાસ્પદ હાલતમાં મળ્યો હતો. હોÂસ્પટલમાં લઇ જવામાં આવ્યા બાદ તેને મૃત જાહેર કરાયો હતો. રોહિત શેખર તિવારીની માતા ઉજ્જવલા તિવારીના પુત્રના મોતના મામલાને અગાઉ સામાન્ય તરીકે ગણાવ્યો હતો. ઉજ્જવલાએ એમ પણ કહ્યું હતું કે, તેમના પુત્ર ટેન્શનમાં દેખાઈ રહ્યો હતો અને તે કોઇ ચીજ ખાઈ ગયો હતો. હવે એવો ખુલાસો થયો છે કે, રોહિતના ગરદન પર પાંચ આંગળીઓના નિશાન મળ્યા છે. ગળુ દબાવીને તેની હત્યા કરવામાં આવી છે. આ સામાન્ય મોત નહીં બલ્કે હત્યાનો મામલો છે તેવો ખુલાસો અગાઉ કેટલાક મિડિયા દ્વારા કરવામાં આવ્યો હતો. સીસીટીવીમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, રોહિત અસરગ્રસ્ત અને નશામાં હતો. ક્રાઈમ બ્રાંચ સાથે જાડાયેલા તમામ લોકોને કહેવામાં આવ્યું છે.


Download Our B K News Today App



Related News