રોહિત શર્મા લઈ શકે છે મોટો નિર્ણય.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-22 17:40:15
  • Views : 113
  • Modified Date : 2023-11-22 17:40:15

ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ હવે આગામી ટૂર્નામેન્ટ અને સિરીઝને લઈ તૈયારીઓનુ પ્લાનીંગ કરી રહ્યા છે. આ દરમિયાન તમને રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સિનિયર ખેલાડીઓને લઈ સવાલો થતા હશે. વિશ્વકપ સમાપ્ત થઈ ગયો છે હવે આ સિનિયર ખેલાડીઓ પોતાના કરિયરને લઈ કેવા પ્રકારનુ પ્લાનીંગ કરતા હશે. હવે આગળ તેમનો ગોલ શું હશે અને તેને પુરો કરવા માટે કેવા નિર્ણયો લેશે.હાલમાં જ સામે આવી રહેલા રિપોર્ટસ મુજબ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા મોટુ પ્લાનીંગ કરી રહ્યો છે. જો આ વાત સાચી હશે તો એ ચોંકાવનારી પણ હશે. તે વ્હાઈટ બોલ ક્રિકેટ ફોર્મેટને લઈ પોતાન કરિયરને લઈ મોટો નિર્ણય લઈ શકે છે. કહેવામાં આવી રહ્યુ છે તે, તેણે પોતાના પ્લાનીંગ વિશે ભારતીય ક્રિકેટ બોર્ડની સાથે પણ ચર્ચા કરી લીધી છે. બસ હવે માત્ર અધિકૃત રીતે આ જાણકારી દુનિયાની સામે આવે એની રાહ જોવામાં આવી રહી છે.હવે તમને એમ પણ થતુ હશે કે કેવો મોટો નિર્ણય હશે અને શાની વાત હશે. તો એ પણ બતાવી દઈએ. રોહિત શર્મા ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટને લઈ નિર્ણય કરી શકે છે. તે આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટને અલવિદા કહી શકે છે. રિપોર્ટ મુજબ રોહિત શર્માએ ભારતીય ક્રિકેટ ટીમના પસંદગીકારોને એ વાત બતાવી દીધી છે કે, તેઓ T20 ક્રિકેટ ટીમ માટે તેનાથી આગળ વિચારી શકે છે. તેના બદલે તેઓ નવા અને યુવા ખેલાડીઓને મોકો આપી શકે છે અને તેમને અજમાવવા માટે તેને આ ફોર્મેટથી દૂર રાખી શકે છે. આમ કરવાથી તેને કોઈ જ પરેશાની નથી.બીજો સવાલ એ પણ થાય છે કે, તે વ્હાઈટ બોલ ક્રિકેટમાં કેટલુ રમશે. આગામી વનડે વિશ્વકપ 2023માં રમાનાર છે. આ દરમિયાન તેની ઉંમર 40ની થઈ ચૂકી હશે. હાલમાં રોહિત શર્મા 36 વર્ષની ઉંમર ધરાવે છે. આમ તે આગામી વિશ્વકપમાં રમશે કે પછી વર્ષ 2025માં રમાનારી ચેમ્પિયન્સ ટ્રોફીનો હિસ્સો હશે.જે મુજબ રિપોર્ટમાં બતાવવામાં આવી રહ્યુ છે એ મુજબ રોહિત શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના પંસદગીકારો વચ્ચે વન ડે વિશ્વકપ અગાઉ જ ચર્ચા થઈ ચૂકી છે. તે પહેલાથી જ બતાવી ચૂક્યો છે કે, T20 ફોર્મેટ માટે તેની પસંદગી કરવામાં નહીં આવે તો તેને કોઈ જ સમસ્યા નથી. છેલ્લા એકાદ વર્ષમાં જોવામાં આવે તો ટીમ ઈન્ડિયામાં T20 ફોર્મેટમાં મોટા પ્રમાણમાં નવા ખેલાડીઓને મોકો આપવામાં આવ્યો છે.આવામાં હવે T20 વિશ્વકપ 2024 પણ આગામી વર્ષે રમાનારો છે. આ સ્થિતિમાં રોહિત શર્મા સ્ટ્રેટેજી બગાડવા નથી ઈચ્છતો. આમ હવે સવાલ એ પણ થાય છે કે, T20 વિશ્વકપ 2024માં નહીં રમે? તો હિટમેન પોતાની આખરી T20 મેચ રમી ચૂક્યો છે? આ સવાલોના જવાબ મળશે કે, પછી રોહિત સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરશે એ તમામ બાબત પર હવે ક્રિકેટ ચાહકોની નજર રહશે.

Download Our B K News Today App



Related News