રોહિત શર્માએ હાર્દિક પંડ્યાને કહ્યું કાગડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-19 15:35:27
  • Views : 93
  • Modified Date : 2024-03-19 15:35:27

ભારતીય ટીમના કેપ્ટન મુંબઈ ઈન્ડિયન્સનો ખેલાડી રોહિત શર્મા અને પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહનો એક વીડિયો હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. સમગ્ર વાત એવી છે કે, હરભજન સિંહ ઈન્સ્ટાગ્રામ પર લાઈવ આવે છે. આ દરમિયાન રોહિત શર્મા અને હરભજન સિંહ બંન્ને વાત કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ક્રિકેટરોએ પોતાની પર્સનલ લાઈફ વિશે પણ વાતો કરી હતી. ત્યારે વચ્ચે હાર્દિક પંડ્યાની વાત આવે છે જેના પર રોહિત અને હરભજન સિંહ એક વાત પર હસવા લાગે છે.હાર્દિક પંડ્યા પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહી ચૂક્યો હતો આ દરમિયાન બંન્ને ખુલાસો કર્યો કે.કેટલાક ખેલાડીઓ તેમને કૌઆ કહીને બોલાવે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.ઓલરાઉન્ડરની વાત ચાલી રહી હતી. તે દરમિયાન હરભજન સિહે હાર્દિકનું નામ લીધું અને રોહિતના મોંઢા માંથી અચાનક કૌઆ નીકળી ગયું પરંતુ તેમણે કહ્યું કે, આશા રાખીએ કે, આ ચેટને સાંભળી રહ્યો ન હોય. ત્યારબાદ હરભજન સિંહે પણ કૌઆ પણ કહી દીધો.તો રોહિતે કહ્યું છોડો ભજ્જુ પા તે ખોટું લગાવશે નહિ. આ નામ તેને પસંદ નથી. તેનો મેસેજ આવી જશે. તો હરભજન સિંહે પણ કહ્યું ખોટું નહિ લગાવે ભાઈ છે આપણો.આઈપીએલ 2024 શરુ થતાં પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સાથએ રોહિત શર્મા જોડાય ચુક્યો છે. તેમણે નેટ પર પ્રેક્ટિસ પણ શરુ કરી દીધી છે. જેનો વીડિયો મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેમાં રોહિત શર્મા શાનદાર શોર્ટ લગાવતો જોવા મળી રહ્યો છે. રોહિત શર્મા આઈપીએલની આ સીઝનમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં રમશે.રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સનો સૌથી સફળ કેપ્ટન રહ્યો છે. જેમણે મુંબઈને 5 વખત ચેમ્પિયન બનાવી છે.

Download Our B K News Today App



Related News