રોહિતની 'સેના' 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે ટકરાશે, એશિયા કપ માટે ટીમ ઈન્ડીયાનું એલાન, જાણો કોને લેવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-09 13:37:19
  • Views : 327
  • Modified Date : 2022-08-09 13:37:19


બીસીસીઆઈએ એશિયા કપ 2022 માટે ટીમ ઈન્ડીયાનું એલાન કર્યું છે. સોમવારે મુંબઈમાં ચીફ સિલેક્ટર ચેતન શર્માની આગેવાની હેઠળની સિલેક્શન કમિટિની મિટિંગ બાદ 15 સભ્યોની ભારતીય ટીમને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. એશિયા કપની ટીમ ઈન્ડીયામાં વિરાટ કોહલી અને કેએલ રાહુલને સ્થાન આપવામાં આવ્યું છે. તો કમરની ઈજાને કારણે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને સંપૂર્ણ આરામ અપાયો છે. 


બુમરાહ અને હર્ષલ પટેલને બદલે ત્રણ ખેલાડીઓ
સિલેક્શન કમિટીએ ઈજાને કારણે જસપ્રિત બુમરાહ અને હર્ષલ પટેલને ટીમમાં સામેલ કર્યાં નથી. તેમને બદલે શ્રેયસ અય્યર, અક્ષર પટેલ અને દીપક ચહરને સ્ટેન્ડબાય ખેલાડી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. 


ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન અને અર્શદીપ સિંહને સ્થાન મળ્યું 
ભારતીય ટીમમાં ત્રણ સ્પેશિયાલિસ્ટ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન અને અર્શદીપ સિંહને સ્થાન મળ્યું છે. જ્યારે ચાર સ્પિન બોલરો બિશ્નોઈ, ચહલ, જાડેજા અને અશ્વિન છે.

એશિયા કપ માટે ભારતની ટીમ

રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હૂડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઇ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.

યુએઈમાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા એશિયા કપ 2022માં ટીમો ભાગ લેવા જઈ રહી છે. એશિયા કપની ટૂર્નોમેન્ટમાં  ભારતની પ્રથમ મેચ 28 ઓગસ્ટે પાકિસ્તાન સામે છે. શ્રીલંકા, ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ટુર્નામેન્ટ માટે પહેલેથી ક્વોલિફાય થઈ ચૂક્યા છે. સાથે ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ બાદ છઠ્ઠી અને અંતિમ ટીમ નક્કી કરવામાં આવશે. હોંગકોંગ, કુવૈત, સિંગાપોર અને યુએઈની ટીમોની ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટનો પ્રારંભ તારીખ 20મી ઓગસ્ટથી થશે.

Download Our B K News Today App



Related News