મોદી બાદ પ્રિયંકા વાઢેરા હવે વારાણસીમાં રોડ શો યોજશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 11:56:47
  • Views : 512
  • Modified Date : 2019-05-12 11:56:47

લોકસભા ચૂંટણીના અંતિમ અને સાતમાં તબક્કા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના
સંસદીય વિસ્તાર વારાણસી રાજકીય પક્ષો માટે કેન્દ્ર બની ગયું છે. મતદાનથી પહેલા તમામ પક્ષોના સ્ટાર પ્રચારક અને નેતાઓએ વારાણસીમાં જવાની તૈયારી કરી છે. આજ ક્રમમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ ૧૫મી મેના દિવસે વારાણસી પહોંચશે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી મહાગઠબંધનની મહારેલી પહેલા પ્રિયંકા માટે રોડ શો યોજવામાં આવશે. રોડ શોમાં રુટ એજ રાખવામાં આવશે જેનાથી વડાપ્રધાને રોડ શો યોજ્યો હતો.
 સાતમાં તબક્કામાં વારાણસી સહિત પુર્વોચ્ચલ અને બિહારની મોટાભાગની સીટો પર મતદાન યોજનાર છે. મોદીની પૂર્વોચ્ચલમાં સભાઓ શરૂ થઈ ચુકી છે. ગઠબંધનના લોકો દ્વારા પણ ૧૬મી મેના દિવસે વારાણસીમાં રેલી યોજવામાં આવશે. આ જ ક્રમમાં પ્રિયંકા ગાંધી પણ વારાણસીમાં રોડ શો યોજીને શÂક્ત પ્રદર્શન કરશે.

Download Our B K News Today App



Related News