રોબિન મિન્ઝ બેટ્સમેન અને વિકેટકીપરની ભૂમિકા નિભાવે છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-21 15:45:02
  • Views : 97
  • Modified Date : 2023-12-21 15:45:02

આઈપીએલ ઓક્શનમાં ગુજરાત ટાઈટન્સે ઝારખંડ તરફથી રમનાર રોબિન મિન્ઝને 3.6 કરોડમાં ખરીદી પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તમને જણાવી દઈએ કે, રોબિન મિન્ઝ આઈપીએલમાં રમનાર પ્રથમ આદિવાસી ક્રિકેટર બનશે.રોબિન બેટ્સમેન અને વિકેટકીપર છે. રોબિનની બેઝ પ્રાઈઝ 20 લાખ રુપિયા હતી પરંતુ ઓક્શન દરમિયાન ગુજરાતે 3.6 કરોડમાં ખરીદી આ ક્રિકેટરની કિસ્મત ખુલી ગઈ છે.ઝારખંડના રાંચીના નામકુમ વિસ્તારમાં રહેનાર મિન્ઝ અત્યારસુધી રણજી ટ્રોફીમાં રમી શક્યો નથી પરંતુ ઝરાખંડની અંડર 19 અને અંડર 25 ટીમનો ભાગ છે. રોબિન મિન્ઝના પિતા એક નિવૃત કર્મચારી છે.રોબિન મિન્ઝે પહેલી વખત આઈપીએલ ઓક્શનમાં ભાગ લીધો હતો. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સે બોલી લગાવી હતી.રોબિન મિન્ઝના પિતાએ ધોનીને લઈ એક ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેને વચન આપ્યું હતુ. કે, જો કોઈ ખરીદશે નહિ તો અમે લઈ લેશું.રોબિન રાંચીમાં સોનેટ ક્રિકેટ ક્લબમાં ત્રણ કોચ હેઠળ પ્રેક્ટિસ કરે છે. તેની સરખામણી વેસ્ટ ઈન્ડિઝના પાવરહાઉસ ક્રિસ ગેલ સાથે કરે છે.

Download Our B K News Today App



Related News