રીતિક રોશન અને ટાઇગર શ્રોફની ‘વોર’ ફિલ્મે 3 દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-05 17:07:42
  • Views : 411
  • Modified Date : 2019-10-05 17:07:42

બુધવારે એટલે કે 2 ઓક્ટોબરે રિલીઝ થયેલી વોર ફિલ્મે ભારતમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. જો કે, આ હિન્દીની સાથે તમિળ અને તેલુગુની કમાણી ભેગી થઈને આટલું કલેક્શન થયું છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ બાબતે ટ્વીટ કરીને માહિતી આપી છે. હજુ વિકેન્ડમાં કલેક્શનમાં વધારો થાય તેવી શક્યતા જણાઈ રહી છે.ત્રણ દિવસમાં 100 કરોડ કમાનારી યશરાજની 5મી ફિલ્મ 'વોર' યશરાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી પછી પાંચમી ફિલ્મ છે, જેણે માત્ર 3 દિવસમાં 100 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આની પહેલાં 'ધૂમ 3', 'સુલ્તાન', 'ટાઇગર ઝિંદા હૈ', 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' ત્રણ દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો વટાવી ચૂકી છે. આ ફિલ્મની કમાણી ક્રમશ: 280.35 કરોડ રૂપિયા, 300.45 કરોડ રૂપિયા,339.16 કરોડ રૂપિયા અને 145.29 કરોડ રૂપિયા હતી.

દિવસહિન્દી વર્ઝનની કમાણીતમિળ+તેલુગુ વર્ઝનની કમાણીટોટલ
બુધવાર51.60 કરોડ રૂપિયા1.75 કરોડ રૂપિયા53.35 કરોડ રૂપિયા
ગુરુવાર23.10 કરોડ રૂપિયા1.25 કરોડ રૂપિયા24. 35 કરોડ રૂપિયા
શુક્રવાર21.30 કરોડ રૂપિયા1.15 કરોડ રૂપિયા22.45 કરોડ રૂપિયા
કુલ કલેક્શન96 કરોડ રૂપિયા4.15 કરોડ રૂપિયા100.15 કરોડ રૂપિયા

રીતિક રોશનની હાઈએસ્ટ ગ્રોસરી ફિલ્મ રીતિકના કરિયરમાં 3 દિવસમાં આટલી કમાણી કરનારી આ પ્રથમ ફિલ્મ છે. એટલું જ નહીં પણ ટાઇગર શ્રોફ અને ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદની પણ અત્યાર સુધી કોઈ ફિલ્મે માત્ર 3 દિવસમાં 100 કરોડ રૂપિયાનો આંકડો વટાવ્યો નથી.

નામફિલ્મલાઈફટાઈમ કલેક્શન100 કરોડ સુધી પહોંચવામાં લાગેલા દિવસ
રીતિક રોશનક્રિશ 3(2013)240.50 કરોડ રૂપિયા4
ટાઇગર શ્રોફબાગી 2(2018)165 કરોડ રૂપિયા6
સિદ્ધાર્થ આનંદબેંગ બેંગ (2014)181.03 કરોડ રૂપિયા5

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121