આગામી ફિલ્મમાં હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની જોડી ધમાલ મચાવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-10 10:56:08
  • Views : 541
  • Modified Date : 2019-05-10 10:56:08

નિર્માતા સિદ્ધાર્થ આનંદ્ આગામી ફિલ્મમાં હૃતિક રોશન અને ટાઇગર શ્રોફની જોડીને પસંદ કરી છે. આ ફિલ્મમાં વાણી કપૂર અભિનેત્રી તરીકે હશે. જોકે હજી સુધી આ ફિલ્મનું શિર્ષક નક્કી કરવામાં આવ્યું નથી. પરંતુ સ્ટારકાસ્ટે ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મને અલગ અલગ લોકેશન પર શૂટ કરવામાં આવશે. આ સ્થળોમાં મુંબઇનું મઢ આઇલેન્ડ તેમજ થોડા સ્ટુડિયોનો સમાવેશ છે. મીડિયા રિપોર્ટસને સાચો માનીએ તો, આ ફિલ્મમાં પ્રણય ત્રિકોણ દાખવવામાં આવશે. વાર્તામાં હૃતિક રોશન પછી વાણી કપૂરની જિંદગીમાં ટાઇગર શ્રોફની એન્ટ્રી થશે. હૃતિક રોશન આર્મી મેન હશે જે  પોતાની ટુકડીનો આગેવાન હશે. હૃતિક સેના સાથે કઇ રીતે સંકળાયેલો છે તે વાતની સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ ફિલ્મમાં હૃતિક તેમજ ટાગિર હોવાથી એકશન દ્રશ્યોની ભરમાર હશે તેમાં શંકા નથી. આ ફિલ્મના વાણીના એક ગીતનું શૂટિંગ પણ પુરુ થઇ ગયું છે. જેમાં વાણી સાથે ટાઇગર થિરકતો જોવા મળે છે.  ફિલ્મને આ ઓકટોબરમાં રિલીઝ કરવાની યોજના છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119