વાપસી માટે રિષભ પંત કરી રહ્યો છે મહેનત, GYMમાં પરસેવો પાડતો જોવા મળ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-21 17:16:27
  • Views : 132
  • Modified Date : 2023-07-21 17:16:27

 30 ડિસેમ્બર, 2022નો દિવસ ભારતનો યુવા ક્રિકેટર રિષભ પંત ક્યારેય નહીં ભૂલી શકે. આ દિવસે તેની કારનો ખતરનાક અકસ્માત થયો હતો. ઘણી ઈજાઓને કારણે તે ભારતીય ટીમમાંથી બહાર થયો હતો. પણ હિંમત રાખીને તેણે પોતાને સ્વસ્થ કરવાનું કામ શરુ કર્યુ. તે હવે સ્વસ્થ જોવા મળી રહ્યો છે. સમયાંતરે તે ક્રિકેટના મેદાન પર પણ જોવા મળી રહ્યો છે. હાલમાં કસરત કરતો તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર પોતાના વર્કઆઉટનો એક વીડિયો શેયર કર્યો છે. આ વર્કઆઉટ સેશનમાં તે અલગ અલગ કસરત કરતો જોવા મળી રહ્યો છે. તેના વર્ક આઉટ સેશન દરમિયાન તે પહેલાની જેમ સ્વસ્થ અને ફિટ જોવા મળી રહ્યો છે. તે વાપસી માટે ખુબ તૈયારી રહ્યો છે. પણ હવે તેની વાપસી આવતા વર્ષે જ સંભવ છે તેવુ લાગી રહ્યું છે.પંતની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ફેન્સ ખુબ પ્રેમ વર્ષાવી રહ્યા છે. ફેન્સ આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ પણ આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે બસ, આ જ રીતે મહેનત કરતા રહો તે જરુરથી વાપસી કરશો. અન્ય એક યુઝરે લખ્યું છે કે અમે તારી વાપસીની રાહ જોઈ રહ્યા છે.જણાવી દઈએ કે ઈજાગ્રસ્ત હોવાને કારણે પંત છેલ્લા 7-8 મહિનાથી મહત્વની ટુર્નામેન્ટ અને સિરીઝ ગુમાવી રહ્યો છે. તે આવનારા એશિયા કપ અને વર્લ્ડ કપમાં જોવા મળશે નહીં. પણ ભારતીય ટીમમાં તેના ના હોવાથી ઘણા ફેન્સ તેની વિકેટકીપિંગને યાદ રહી રહ્યા છે. ક્રિકેટ ફેન્સ તેના સંપૂર્ણ ફિટ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News