10માંથી 6 કંપનીઓની માર્કેટ કેપમાં 53 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો, રિલાયન્સને સૌથી વધારે નુકસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-24 13:34:52
  • Views : 529
  • Modified Date : 2019-06-24 13:34:52

તાજેતરની માર્કેટ વેલ્યૂએશનમાં દેશની ટોપ 10 કંપનીઓમાંથી 6ના માર્કેટ કેપમાં 53 હજાર 458 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીને સૌથી વધારે નુકસાન થયું છે. તેની સાથે ટીસીએસ, એચડીએફસી બેન્ક, એચયુએલ, એચડીએફસી અને આઈટીસીની માર્કેટ કેપ પણ નીચે આવી ગઈ છે. જો કે , ત્યારબાદ પણ ટીસીએસ દેશની સૌથી મોટી કંપનીઓની યાદીમાં પહેલા ક્રમે યથાવત છે. 1.

માર્કેટ વેલ્યુએશનમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીની માર્કેટકેપ 23 હજાર 929 કરોડ ઘટીને 8 લાખ 10 હજાર 889 કરોડ રૂપિયાએ પહોંચી છે. હિન્દુસ્તાન યૂનિવીલર લિ,(HUL)ની માર્કેટકેપ 12 હજાર 177 કરોડ રૂપિયા ઘટી છે. કંપનીની કુલ મૂડી 3 લાખ 82 હજાર 888 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. 

2.

HDFCની માર્કેટકેપ 7 હજાર 148 કરોડ રૂપિયા સુધી ઘટી છે. અત્યાર સુધી તેની માર્કેટ વેલ્યૂ 3 લાખ 68 હજાર 796 કરોડ રૂપિયા છે. વેલ્યુએશનમાં HDFC બેન્કની માર્કેટ કેપ 4 હજાર 785 કરોડ રૂપિયા ઘટીને 6 લાખ 60 હજાર 69 કરોડ રૂપિયાએ પહોંચી છે.

 

3.

ITCની વેલ્યૂએશન 4 હજાર 535 કરોડ રૂપિયા ઘટીને 3 લાખ 36 હજાર 192 કરોડ રૂપિયાએ આવી છે. ટાટા કન્સલટન્સી સર્વિસની વાત કરવામાં આવે તો તેની માર્કેટ કેપ 881 કરોડ ઘટીને 8 લાખ 44 હજાર 267 કરોડ રૂપિયા થઈ છે

4.  બીજી તરફ, ICICI બેન્કની વેલ્યૂ 8 હજાર કરોડ રૂપિયા વધીને 2 લાખ 77 હજાર 957 કરોડ પર પહોંચી ગઈ છે. SBIની માર્કેટ કેપમાં 4 હજાર 997 કરોડનો વધારો થયો છે. કંપનીન વેલ્યૂ 3 લાખ 11 હજાર 870 કરોડ થઈ ગઈ છે. 

5.

તાજેતરના આંકડાઓ પ્રમાણે, ઈન્ફોસિસે પોતાની મૂડીમાં 4500 કરોડ રૂપિયાનો વધારો કર્યો છે. કંપનીની વેલ્યૂ 3 લાખ 27 હજાર 975 કરોડ રૂપિયા આંકવામાં આવી હતી. કોટક મહેન્દ્રા બેન્કની માર્કેટ કેપ 3 હજાર 70 કરોડ રૂપિયા વધીને 2 લાખ, 84 હજાર 420 કરોડ રૂપિયાએ પહોંચી છે.

6.

ટોચની કંપનીઓની રેકિંગમાં TCS પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રી હાલ બીજા નંબરની કંપની છે. ત્યારબાદના ક્રમ પ્રમાણે, HDFC બેન્ક, HUL, ITC, ઈન્ફોસિસ, એસબીઆઈ, કોટક મહિન્દ્રા બેન્ક અને ICICI બેન્કનો નંબર આવે છે. 

Download Our B K News Today App



Related News