રિઝર્વ બેન્કે આર્થિક સ્થિતિ સુધારવા વ્યાજ દર ઘટાડવાની....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-16 11:56:52
  • Views : 508
  • Modified Date : 2019-05-16 11:56:52

હાલમાં અર્થતંત્રમાં જોવા મળતી આર્થિક સુસ્તીની સ્થિતિમાં સુધારો કરવા રિઝર્વ બેન્કે જૂનની મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં વ્યાજ દરમાં ઘટાડો કરવાની આવશ્યક્તા છે, એમ સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના એક રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે.રિઝર્વ બેન્કે છેલ્લી બે બેઠકમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીની બેઠક જૂનના પ્રથમ સપ્તાહમાં મળશે. રિસર્ચ રિપોર્ટમાં જણાવાયું છે કે હાલમાં દેશ આર્થિક વૃદ્ધિમાં સ્હેજ સુસ્તી અનુભવી રહ્યો છે અને મુખ્ય શેર ઇન્ડેક્સના ઝોકને ધ્યાનમાં લેતા એક પ્રકારની નિરસતા સ્પષ્ટ જણાય છે.આઇસીઆઇસીઆઇ બેન્ક દ્વારા પ્રકાશિત રિપોર્ટમાં પણ જણાવાયું છે કે મોનેટરી પોલિસી કમિટીની બેઠક વ્યાજ દરમાં ઘટાડો કરે એવી ગુંજાઈશ છે. જોકે, બધો આધાર ચોમાસાની સ્થિતિ ઉપર નિર્ભર રહેશે. આઇસીઆઇસીઆઇ બેન્કનો રિસર્ચ ડિફ્યૂઝન ઇન્ડેક્સ ગયા નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં દ્યોગિક ગતિવિધિમાં સુસ્તી પરત્વે સંકેત આપે છે જ્યારે ર્સિવસિસ ક્ષેત્રમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે.

Download Our B K News Today App



Related News