રિચા ચઢ્ઢાએ ફિલ્મ 'શકીલા'માં એડલ્ટ સ્ટારની જીવન સફર બતાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-09 13:31:14
  • Views : 433
  • Modified Date : 2020-12-09 13:31:14

    રિચા ચઢ્ઢાની ફિલ્મ 'શકીલા'નું ટીઝર હાલમાં જ લૉન્ચ કરવામાં આવ્યું હતું. ટીઝરમાં શકીલાની અચીવમેન્ટ્સ તથા તેના જીવનમાં આવેલી મુશ્કેલીઓની વાત કરવામાં આવી છે. આ ફિલ્મ સાઉથ એક્ટ્રેસ શકીલાની બાયોપિક છે.ટીઝરની શરૂઆત વોઈસ ઓવરથી થાય છે, જેમાં કહેવામાં આવે છે કે 90ના દાયકામાં સિનેમા હોલ જ્યારે પણ ભરેલા હોય ત્યારે ડિસ્ટ્રીબ્યૂટર્સ અને એક્ઝિબિટર્સ માત્ર એક જ નામ વિચારતા અને તે શકીલાનું. 2020માં જ્યારે ફરીવાર બિઝનેસમાં ખોટ આવવા લાગી ત્યારે શકીલાને બોલાવવામાં આવી. પછી રિચા ક્લોઝઅપમાં આવે છે અને તેના ક્રેઝી ફેનના મૉન્ટાજ જોવા મળે છે. જોકે, તેના જીવનમાં કઈ કઈ મુશ્કેલીઓ આવી તે પણ બતાવવામાં આવી છે. ફિલ્મ 25 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે.ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સાઉથ ઈન્ડિયન ફિલ્મ એક્ટ્રેસ શકીલના જીવન પર આધારિત છે. 90ના દાયકામાં શકીલા ઍડલ્ટ સ્ટાર તરીકે સાઉથ ફિલ્મમાં કામ કરતી હતી. શકીલા રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાંથી આવી હતી. તેણે 16 વર્ષની ઉંમરમાં ફિલ્મ ડેબ્યૂ કર્યું હતું અને પછી તે બિગ સ્ટાર બની ગઈ હતી. ફિલ્મમાં શકીલાના જીવનની સફર અને તેના જીવનમાં આવેલી ચડતી-પડતીની વાત કરવામાં આવી છે.

    રિચાએ કહ્યું હતું, 'મને આનંદ છે કે ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આશા છે કે આ ફિલ્મ લોકોના જીવનમાં હાસ્ય તથા મનોરંજન લાવશે. આ નિરાશાજનક વર્ષ એક આનંદ સાથે પૂરું થાય તેવો પ્રયાસ છે. શકીલાની વાત બધા જ કરતાં અલગ છે. દક્ષિણમાં તે બહુ જ લોકપ્રિય છે. તેઓ અનેક વર્ષો સુધી સફળતાની ટોચ પર રહ્યા. પંકજજી સાથે કામ કરવાની ઘણી જ મજા આવી.' ફિલ્મમાં રિચા ઉપરાંત પંકજ ત્રિપાઠી તથા મલયાલમ એક્ટર રાજીવ પિલ્લઈ છે.ફિલ્મના ડિરેક્ટર ઈન્દ્રજીતે કહ્યું હતું, 'શકીલા મારો ડ્રીમ પ્રોજેક્ટ હતો. હું શકીલાને 2003થી ઓળખું છું. તેમના જીવનની ચડતી-પડતીએ મારું ધ્યાન ખેંચ્યું હતું. મેં તેમના ઈન્ટરવ્યૂ લીધા હતા અને તેમની સ્ટાર પાછળની ઈમેજને જાણવાનો પ્રયાસ કર્યો હતો. મને લાગ્યું કે રિચા જ આ પાત્ર ભજવી શકશે.'


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138