જે હોસ્પિટલમાંથી બાળક ચોરી થાય તેનું લાઇસન્સ રદ કરો: સુપ્રીમ કોર્ટનો કાયદો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-15 14:15:06
  • Views : 68
  • Modified Date : 2025-04-15 14:15:06

હોસ્પિટલમાંથી નવજાત શિશુની ચોરી થવા મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવતા કહ્યું કે, 'જો કોઈ હોસ્પિટલમાંથી નવજાત શિશુ ચોરાઈ જાય તો સૌ પ્રથમ તે હોસ્પિટલનું લાઇસન્સ રદ કરો.' કોર્ટે દિલ્હી એનસીઆરમાં નવજાત શિશુઓની તસ્કરી કરતી ગેંગના પર્દાફાશ સાથે સંબંધિત સમાચારની નોંધ લઈને આ ટિપ્પણી કરી છે.

'દિલ્હી ગેંગના ખુલાસાની ઘટના ખૂબ જ આઘાતજનક છે'

સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશમાં બાળ તસ્કરીના કેસમાં આદેશ આપ્યો છે અને દિલ્હીમાં આ ગેંગની ધરપકડની ઘટનાનો પણ  ઉલ્લેખ કર્યો છે. કોર્ટે કહ્યું કે, 'દિલ્હી ગેંગના ખુલાસાની ઘટના ખૂબ જ આઘાતજનક છે અને તેમાં કોર્ટની હસ્તક્ષેપની જરૂર છે.

કોર્ટે દિલ્હી પોલીસ પાસેથી તપાસનો રિપોર્ટ પણ માંગ્યો

કોર્ટે દિલ્હી પોલીસ પાસેથી આ અંગેની તપાસનો રિપોર્ટ પણ માંગ્યો છે. આ ઉપરાંત કોર્ટે પોલીસને દિલ્હીની અંદર અને બહાર બાળકોની ચોરી કરતી સક્રિય ગેંગ સામે કાર્યવાહી કરવા માટે દિલ્હી પોલીસ દ્વારા શું પગલાં લેવામાં આવ્યા તે અંગે પણ પૂછ્યું હતું. 

કોર્ટે સુઓમોટુ કેસની આગામી સુનાવણી 21 એપ્રિલના રોજ નક્કી કરી છે. જસ્ટિસ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચ હોસ્પિટલોમાંથી બાળકોની ચોરીમાં સંડોવાયેલા ગેંગ સાથે સંબંધિત કેસમાં જામીન અરજીની સુનાવણી કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે આ કેસના તમામ આરોપીઓને નીચલી કોર્ટમાં આત્મસમર્પણ કરવા કહ્યું. આ ઉપરાંત સીજેએમ વારાણસી અને એસીજેએમ વારાણસીને બે અઠવાડિયામાં સેશન્સ કોર્ટમાં કેસ નોંધવા અને એક અઠવાડિયાની અંદર ચાર્જ ફ્રેમનો નિર્દેશ આપ્યો હતો. 

Download Our B K News Today App



Related News