ફરી એકવાર 'રાસલીલા'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-15 12:18:14
  • Views : 540
  • Modified Date : 2019-05-15 12:18:14

દીપિકા અને રણવીર 'દીપવીર' ના ફેન્સ માટે સારા સમાચાર છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને ફરીથી એકસાથે સિલ્વર સ્ક્રીન પર જોઇ શકશે. લગ્ન બાદ પહેલીવાર કોઇ ફિલ્મમાં આ જોડી પ્રથમવાર દેખાશે. ગોલીયો કી રાસલીલા, બાજીરામ મસ્તાની અને પદ્માવત જેવી ફિલ્મોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર આ જોડી ફરી એકવાર ધૂમ મચાવવા આવી રહી છે. દીપવીરની આ જોડી બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડવા માટે જલ્દીથી આવી રહી છે. બંનેએ રેકોર્ડ તોડવાના વિચાર સાથે ફરી એકવાર સાથો ઓનસ્ક્રીન થવાનો નિર્ણય લીધો છે. અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઇફના અહેવાલ અનુસાર દીપિકા રણવીર ની ફિલ્મ '83' માં દેખાશે. સુત્રોનું માનીએ તો આ ફિલ્મમાં દીપિકાની એન્ટ્રી પાક્કી થઇ ચૂકી છે. આ ફિલ્મ અંગે જણાવતાં સુત્રો કહે છે કે, દીપિકાએ કબીર ખાનની ફિલ્મ 83 માટે ફાઇનલ કરી દીધું છે. આ ફિલ્મમાં એક મોટી સ્ટારકાસ્ટ છે અને હવે દીપિકાએ પણ આ ફિલ્મ માટે હા કરી છે. આ ફિલ્મમાં દીપિકા રણવીર સિંહની પત્નીનો રોલ કરી રહી છે. સુત્રોના અનુસાર, દીપિકા આ ફિલ્મમાં ખાસ ભૂમિકામાં છે કારણકે તે કપિલ દેવની પત્ની રોમી ભાટીયાનું પાત્ર નિભાવી રહી છે. ફિલ્મમાં બંને વચ્ચે પતિ પત્નીનો સંબંધ અને એમની લવ સ્ટોરી દર્શાવાઇ છે. 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139