ફ્લેટમાં 10 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ કરીને ગળું ચીરી નાખ્યું, બારીમાંથી લાશનો બહાર ઘા કરી દીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-09 16:32:33
  • Views : 37
  • Modified Date : 2025-04-09 16:32:33

મહારાષ્ટ્રના થાણેમાં 20 વર્ષના એક યુવાને 10 વર્ષની છોકરી સાથે દુષ્કર્મ આચરીને તેની હત્યા કરીને લાશ બારી બહાર ફેંકી દીધી હતી.

મહારાષ્ટ્રના થાણેમાં 10 વર્ષની બાળકીનું અપહરણ, બળાત્કાર અને હત્યા કરવાના આરોપમાં 20 વર્ષીય યુવકની ધરપકડ કરવામાં આવી છે. તેણે ગળું કાપીને હત્યા કરી હતી અને પછી લાશને બારી બહાર ફેંકી દીધી હતી. આરોપીએ કથિત રીતે નજીકના મકાનમાં રહેતી પીડિતાને રમકડાં આપીને લલચાવી, થાણેના સમ્રાટ નગરમાં એક રહેણાંક મકાનના છઠ્ઠા માળે આવેલા પોતાના ઘરે લઈ ગયો જ્યાં તેણે તેના પર બળાત્કાર કર્યો અને પછી તીક્ષ્ણ હથિયારથી તેનું ગળું કાપી નાખ્યું હતું ત્યારબાદ, તે છોકરીના મૃતદેહને તેના ઘરના બાથરૂમમાં લઈ ગયો અને ત્યાં ખુલ્લી બારીમાંથી તેને ધક્કો મારી દીધો.

પોલીસે કેવી રીતે શોધી ફ્લેટની બારી

લાશ મળ્યાં બાદ પોલીસે બિલ્ડિંગના દરેક ફ્લેટની તપાસ કરી અને તે માણસના ઘરના બાથરૂમની બારી ખુલ્લી મળી જ્યાંથી તેણે છોકરીને ધક્કો માર્યો હતો. ત્યાર બાદ આરોપીની શોધખોળ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે મંગળવારે શરૂઆતમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 103 (હત્યા) અને 238 (ગુનાના પુરાવા ગાયબ કરવા, અથવા ગુનેગારને ખોટી માહિતી આપવી) અને બાળકોના જાતીય ગુનાઓથી રક્ષણ (POCSO) અધિનિયમની જોગવાઈઓ હેઠળ મુમ્બ્રાના ઠાકુરપાડા વિસ્તારમાં રહેતા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

Download Our B K News Today App



Related News