રણધિર કપૂર-રિશી કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું 58 વર્ષની ઉંમરમાં અવસાન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-09 14:17:16
  • Views : 409
  • Modified Date : 2021-02-09 14:17:16

    બોલિવૂડ એક્ટર તથા રણધીર-રિશી કપૂરના નાના ભાઈ રાજીવ કપૂરનું આજે એટલે કે નવ ફેબ્રુઆરીના રોજ નિધન થયું છે. નીતુ સિંહે સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરીને આ અંગે માહિતી આપી હતી. સૂત્રોના મતે, રાજીવ કપૂરને હાર્ટ અટેક આવ્યો હતો અને પછી તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં રાજીવે અંતિમ શ્વાસ લીધા હતા.રણધીર કપૂરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'મેં મારો નાનો ભાઈ ગુમાવી દીધો. તે હવે આ દુનિયામાં નથી. ડૉક્ટર્સે તેને બચાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા. હાલમાં હું હોસ્પિટલમાં છું અને તેની બૉડી મળે તેની રાહ જોઉં છું.'

    રાજીવ કપૂરનો જન્મ 25 ઓગસ્ટ, 1962માં મુંબઈમાં થયો હતો. રાજીવ, રાજ કપૂરના સૌથી નાના પુત્ર છે. રણધીર-રીશી કપૂરના મોટા ભાઇ છે. બોલિવૂડની સૌથી સક્સેસફુલ ફેમિલીમાંથી હોવા છતાં રાજીવ ફિલ્મ્સમાં વધુ સફળ થયા નહોતા.

    રાજીવે લગભગ 14 જેટલી ફિલ્મ્સમાં એક્ટર તરીકે કામ કર્યું હતું, જેમાંથી એકાદ-બે જ ફિલ્મ સફળ રહી હતી. તેમની હિટ ફિલ્મ્સમાં 1985માં રિલીઝ થયેલી 'રામ તેરી ગંગા મેલી' હતી. એક્ટિંગ ઉપરાંત રાજીવ ડિરેક્શન અને પ્રોડક્શન ક્ષેત્રે પણ હાથ અજમાવી ચૂક્યાં હતાં.67 વર્ષીય રિશી કપૂરનું ગુરુવાર (30 એપ્રિલ)ના રોજ સવારે આઠ વાગીને 45 મિનિટે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું ગયું હતું. રિશી કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં. તેમને ચેસ્ટ ઈન્ફેક્શન, શ્વાસ લેવામાં તકલીફ તથા તાવને કારણે 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને 8.45 વાગે મૃત ઘોષિત કરવામાં આવ્યા હતાં. રિશીએ જ્યારે અંતિમ શ્વાસ લીધા ત્યારે પત્ની નીતુ તથા દીકરો રણબીર હાજર હતાં.

    વર્ષ 2018માં રાજ કપૂરની પત્ની કૃષ્ણા રાજ કપૂરનું 87 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. તેમને કેટલાક વર્ષોથી શ્વાસની બીમારી હતી. તેઓ કપૂર પરિવારનાં સૌથી સીનિયર વ્યક્તિ હતાં. કૃષ્ણાએ રાજ કપૂર સાથે 1946માં લગ્ન કર્યા હતા. તેમને ત્રણ દીકરા રણધીર, રિશી, રાજીવ તથા બે દીકરીઓ રીમા, રિતુ હતી. રિશી, રાજીવ તથા રિતુ હવે આ દુનિયામાં નથી.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139