26 એપ્રિલથી રામ મંદિરનું નિર્માણ શરૂ થઈ શકે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-09 17:01:59
  • Views : 461
  • Modified Date : 2020-02-09 17:01:59

ઉલ્લેખનીય છે કે આ જ મહિને કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિર ટ્રસ્ટ બનાવવાની મંજૂરી આપી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ લોકસભામાં આની જાહેરાત કરતા કહ્યું હતુ કે સુપ્રીમ કૉર્ટનાં આદેશો પ્રમાણે સરકારે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનાં ગઠનનો પ્રસ્તાવ પસાર કર્યો છે. તેમણે જણાવ્યું હતુ કે આ ટ્રસ્ટ અયોધ્યામાં ભગવાન શ્રી રામનાં તીર્થસ્થળ પર ભવ્ય અને દિવ્ય રામ મંદિરનાં નિર્માણ અને તેનાથી સંબંધિત વિષયો પર નિર્ણય લેવા માટે પૂર્ણ રીતે સ્વતંત્ર હશે.સૂત્રોનું માનીએ તો આગામી રામનવમી (2 એપ્રિલ) અથવા અક્ષય તૃતીયા (26 એપ્રિલ)થી રામ મંદિરનું નિર્માણ શરૂ કરવા પર સહમતિ બની શકે છે. 

Download Our B K News Today App



Related News