રાખી સાવંતે કહ્યું- મારાથી ભૂલ થઇ અને હું નાદાર થઇ ગઈ, સોહેલ ખાને મદદ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 13:15:44
  • Views : 382
  • Modified Date : 2020-12-14 13:15:44

    હંમેશાં વિવાદોથી ઘેરાયેલી રાખી સાવંત લાંબા સમયથી કામ ન મળવાને કારણે ઇન્ડસ્ટ્રીથી દૂર છે. રાખીનું કહેવું છે કે તે પોતાની અમુક ભૂલોને કારણે નાદાર થઇ ગઈ છે. તેની પાસે ન તો કોઈ કામ છે ન તો બેન્ક બેલેન્સ બચ્યું છે. હાલ, રાખી 'બિગ બોસ 14'માં ફરીવાર દેખાવાની છે, આનું ક્રેડિટ તેણે સોહેલ ખાનને આપ્યું છે.રાખી એક ઇન્ટરવ્યૂમાં બોલી- 'સલમાનના ભાઈ સોહેલ ખાને મારી ઘણી મદદ કરી છે. મેં સોહેલ ખાનને મેસેજ કરીને કહ્યું- ભાઈ હું ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા ઈચ્છું છું, હું બિગ બોસમાં આવવા ઈચ્છું છું. હું કામ માગવામાં શરમ કે ખચકાટ નથી અનુભવતી. એક સમયે ખુદ અમિતાબ બચ્ચને ઇન્ડસ્ટ્રીના ટોપ પ્રોડક્શન હાઉસ પાસેથી કામ માગ્યું હતું. મેં પણ સોહેલ ખાનને મેસેજ કરી તેની પાસે કામ માગ્યું અને મને લાગે છે કે તેણે ત્યારબાદ સલમાન સર સાથે વાત કરી.'

    રાખીએ આગળ કહ્યું કે, મને પૂરો ભરોસો ન હતો કે સોહેલ ભાઈએ મારા માટે સલમાન સર સાથે વાત કરી હશે. પણ, જે રીતે આગળ ઘટના થઇ તેને જોઈને લાગ્યું કે સોહેલ ભાઈએ મારો મેસેજ સલમાન સર સુધી પહોંચાડી દીધો હશે. મેં સોહેલ ભાઈ અને સલમાન સરને મેસેજ કરીને થેન્ક યુ કહ્યું તો તેમણે મને કહ્યું કે સોહેલ મને ઘણો પ્રેમ કરે છે. મેં તેમને ફરી થેન્ક યુ કહ્યું અને હું તેમની આભારી છું તેમને મને કામ આપ્યું.'


    રાખીએ આગળ કહ્યું, 'મેં મારા જીવનમાં ઘણી ભૂલો કરી છે, જેને કારણે હું નાદાર થઇ ગઈ છું. મને આશા છે કે હું આ તકનો યોગ્ય ઉપયોગ કરીશ. મેં મારા જીવનમાં બધું ખોઈ દીધું છે, હવે બિગ બોસ જ મારી એકમાત્ર આશા છે, જેમાં હું ફરીવાર દર્શકોના દિલમાં જગ્યા બનાવી શકું અને બોલિવૂડમાં ફરી કામ મેળવી શકું.'


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121