રાખી સાવંતના ભાઈ રાકેશનો ખુલાસો- પેટના કેન્સર સામે લડી રહી છે માતા જયા, થોડા દિવસમાં સર્જરી થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-11 13:00:03
  • Views : 362
  • Modified Date : 2021-01-11 13:00:03

    રાખી હાલ બિગ બોસના ઘરમાં છે. ફેમિલી વીક દરમ્યાન તેની વાત તેની માતા જયા સાથે વીડિયો કોલ પર થઇ હતી. તેમાં ખબર પડી કે તેઓ હોસ્પિટલમાં છે. હવે રાખીના ભાઈ રાકેશે ખુલાસો કર્યો કે તેની માતાને પેટમાં ટ્યુમર છે અને આવનારા દિવસોમાં તેની મોટી સર્જરી થવાની છે. રાખી, તેની માતાને હોસ્પિટલમાં જોઈને ખૂબ રડવા લાગી હતી, તેણે કહ્યું પણ હતું કે મા તું જલ્દી સાજી થઇ જા.રાખીએ ફેમિલી વીક દરમ્યાન કહ્યું હતું કે તે આ વાતને લઈને શ્યોર છે કે તેને મળવા કોઈ નહીં આવે કારણકે તેની માતાની તબિયત સારી નથી અને તેનો કથિત પતિ તેની ઓળખ જાહેર કરવા ઈચ્છતો નથી. ત્યારબાદ બિગ બોસે રાખીને સરપ્રાઈઝ આપતા તેની માતા સાથે વીડિયો કોલ પર વાત કરાવી હતી.

    રાખીના ભાઈએ કહ્યું, મને લાગે છે કે અત્યારે તેના માટે સૌથી જરૂરી છે કે તે તેના પતિને મળે. રાખી માત્ર તેના પતિને એકવાર જોવા ઈચ્છે છે અને તે તેના માટે પ્રાર્થના કરી રહી છે. રાખીનો પતિ વિદેશમાં છે, બિઝનેસ અને ફ્લાઈટ્સ ન હોવાને કારણે સ્થિતિ મુશ્કેલ થઇ ગઈ છે.રાકેશે કહ્યું કે હું જાણું છું કે લોકોને એવું લાગે છે કે રાખી તેનાં લગ્નને લઈને ખોટું બોલી રહી છે પણ વિચારો કોઈ છોકરી આવું કેમ કરશે. હું ખુદ તે લગ્નમાં સામેલ હતો. રાકેશે કહ્યું કે અમે બધા આ પ્રયત્નમાં છીએ કે તે એકવાર ઇન્ડિયા આવી જાય જેથી અમે લોકોને જણાવી શકીએ કે આ લગ્ન ખોટા નથી. તેણે આગળ કહ્યું કે રિતેશ તરીકે રાખીને સારો જીવનસાથી મળી ગયો છે. જ્યારે અગાઉની લાઈફમાં અભિષેક અવસ્થી જેવા લોકોએ તેનો યુઝ પોતાનું કરિયર બનાવવા માટે કર્યો હતો.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140