રાજનાથ સિંહ સ્વદેશી ફાઈટર જેટમાં ઉડાન ભરનારા પહેલાં રક્ષામંત્રી બન્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-19 12:47:49
  • Views : 406
  • Modified Date : 2019-09-19 12:47:49

રક્ષા મંત્રી રાજનાથ સિંહ બેંગલુરુમાં ગુરુવારે સ્વદેશી ફાઈટર પ્લેન તેજસમાં ઉડાન ભરી છે. રાજનાથ તેજસના બે સીટ વાળા એરક્રાફ્ટમાં સવાર થયા છે. તેઓ વિમાનમાં ઉડાન ભરનારા પહેલા રક્ષામંત્રી છે. રાજનાથ સિંહે સવારે 10 વાગ્યે ઉડાન ભરીને અને 10.30 ફાઈટર જેટ લેન્ડ પણ થઈ ગયું. રાજનાથ સિંહે 30 મિનિટની મુસાફરી બાદ કહ્યું કે, ફાઈટર જેટ તેજસમાં 30 મિનીટની ઉડાન ભરવાનો અનુભવ અદભૂત હતો.રક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, તેજસ ભારતીય વાયુસેનાની 45મી સ્ક્વોડ્રન ‘ફ્લાઈંગ ડ્રૈગર્સ’નો ભાગ છે. ફાઈટર પ્લેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમીટેડ(HAL)અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સીએ ડિઝાઈન અને વિકસીત કર્યું છે. 3 વર્ષ પહેલા જ તેજસને વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. હવે તેજસનું અપગ્રેડ વર્ઝન પણ આવશે.વાયુસેનાએ ડિસેમ્બર 2017માં HALને 83 તેજસ જેટ બનાવવાની જવાબદારી સોંપી હતી. જેનો અંદાજે ખર્ચ 50 હજાર કરોડ રૂપિયા હતી. રક્ષા સંરક્ષણ અને વિકાસ સંસ્થાન(DRDO)એ આ વર્ષે 21 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થયેલા એર શોમાં તેને ફાઈનલ ઓપરેશનલ ક્લીઅરન્સ જાહેર કર્યું હતું. જેનો હેતુ એ જ છે કે તેજસ યુદ્ધ માટે પુરી રીતે તૈયાર છે.

Download Our B K News Today App



Related News