રજનીકાંતની જાહેરાત- કોઈ રાજકીય પાર્ટી શરૂ કરશે નહીં, તબિયતને કારણે રાજકારણમાં જોડાશે નહીં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 12:18:57
  • Views : 329
  • Modified Date : 2020-12-29 12:18:57

    સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે 31મી ડિસેમ્બરે પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે તેમ કહ્યું હતું. જોકે, હાલમાં જ રજનીકાંતે એવો નિર્ણય લીધો છે કે તે હવે રાજકારણમાં ઝંપલાવશે નહીં. તેમણે રાજકારણમાં ના આવવા પાછળનું કારણ પોતાની તબિયતને આપ્યું છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ રજનીકાંત હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ થયા હતા. તેમના બ્લડપ્રેશરમાં વધઘટ થવાને કારણે તેમને દાખલ કરવામાં આવ્યા હતા.થોડાં દિવસો અગાઉ રજનીકાંતે સત્તાવાર રીતે રાજકારણમાં ઝુકાવવાનું અને પોતાની રાજકીય પાર્ટી બનાવવાનું જાહેર કર્યું હતું. આ અભિનેતાએ 2021માં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ જાહેરાત કરી હતી.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 120