બ્લડપ્રેશરમાં ઉતાર-ચઢાવ થતાં તબિયત ખરાબ, ફિલ્મના શૂટિંગ માટે હૈદરાબાદ ગયા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-25 14:39:21
  • Views : 352
  • Modified Date : 2020-12-25 14:39:21

    સુપરસ્ટાર રજનીકાંતને શુક્રવાર (25 ડિસેમ્બર) સવારે હૈદરાબાદની અપોલો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. 70 વર્ષીય રજનીકાંતનું બ્લડ પ્રેશર ચઢ-ઉતર તતું હતું. આ સાથે જ તેમને થાક લાગતો હતો. કહેવાય છે કે જ્યાં સુધી તેમનું બીપી સામાન્ય નહીં થાય ત્યાં સુધી તેમને ડિસ્ચાર્જ આપવામાં આવશે નહીં. તેમનામાં કોવિડ 19 કે અન્ય કોઈ બીજા લક્ષણો જોવા મળ્યા નથી.થોડાં સમય પહેલાં રજનીકાંતની ફિલ્મ 'અન્નાથે'ના સેટ પર સાત ક્રૂ મેમ્બર્સ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારબાદ શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું. સેટ પર કોરોનાના કેસ આવતા રજનીકાંતનો પણ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો અને તે નેગેટિવ આવ્યો હતો.

    રજનીકાંતે 14 ડિસેમ્બરથી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું. તેમની દીકરી ઐશ્વર્યાએ સેટ પરની તસવીર શ2ર કરી હતી. રજનીકાંત બાયો બબલમાં રહીને જ શૂટિંગ કરતા હતા. શૂટિંગ ઈનડોર જ હતું. ટોટલ 45 દિવસનું શૂટિંગ હતું પરંતુ હવે ફરીવાર ક્યારે શરૂ થશે તે નક્કી નથી.ફિલ્મનું શૂટિંગ 40 ટકા બાકી છે. ફિલ્મમાં રજનીકાંત કૅરિંગ ભાઈના રોલમાં તથા કીર્તિ સુરેશ બહેનના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં પ્રકાશ રાજ તથા જેકી શ્રોફ મહત્ત્વના રોલમાં છે. ફિલ્મને સિવાએ ડિરેક્ટ કરી છે. નયનતારા બીજીવાર રજનીકાંત સાથે કામ કરી રહી છે. આ પહેલાં તેણે 'દરબાર'માં કામ કર્યું હતું. 'અન્નાથે' ફિલ્મ દશેરા પર રિલીઝ થવાની હતી પરંતુ કોવિડ 19ને કારણે શૂટિંગ પૂરું થઈ શક્યું નહીં. હવે આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.

    રજનીકાંત ત્રણ-ચાર અઠવાડિયામાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરીને રાજકારણમાં ફોકસ કરવા માગે છે. હાલમાં જ રજનીકાંતે પોતાની પાર્ટીની જાહેરાત કરવાની વાત કરી હતી. તેઓ પાર્ટીની સત્તાવાર જાહેરાત 31 ડિસેમ્બરના રોજ કરશે.રજનીકાંતે 12 ડિસેમ્બરના રોજ પોતાનો 70મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. વડાપ્રધાન મોદી સહિત અનેક દિગ્ગજોએ રજનીકાંતને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.



Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121