દિગ્દર્શક રાઘવ લોરેન્સને અપમાન થતાં અક્ષય કુમારની આગામી ફિલ્મ છોડી દીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 11:22:46
  • Views : 658
  • Modified Date : 2019-05-21 11:22:46

શનિવારે અક્ષય કુમારની આગામી ફિલ્મ 'લક્ષ્મી બોમ્બ'નું પોસ્ટર રિલીઝ થયું હતું. આ ફિલ્મ સાઉથની સુપરહિટ હોરર ફિલ્મ 'કંચના'ની રીમેક છે. આ ફિલ્મનું દિગ્દર્શન 'કંચના'ના ડાયરેકટર રાઘવ લોરેન્સ કરવાના હતા, પરંતુ અચાનક તેમણે આ ફિલ્મ છોડી દીધી છે. જોકે હવે અક્ષયે આપ્રોજેક્ટનો કન્ટ્રોલ હાથમાં લીધો છે, અને તે આ મુદ્દે નિર્માતા તુષાર કપૂર અને શબીના સાથે વાતચીત કરશે.રાઘવ લોરેન્સ એ વાતથી દુઃખી છે કે, તેના જણાવ્યા વગર જ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરવામાં ં આવ્યું. આ જ કારણે રાઘવે ફિલ્મ છોડવાનો નિર્ણય કર્યો. એક પોસ્ટ દ્વારા તેણે આ વાતની જાણકારી આપી હતી. રાગવે પોસ્ટમાં લખ્યું હતું કે, '' હેલો દોસ્તો, તમિલમાં એક જુની કહેવત છે કે, એ ઘરમાં કદી ન જવું જ્યાં તમને માન-સમ્માન ન મળે. આ દુનિયામાં ધન કરતાં એક વ્યક્તિનું આત્મસમ્માન વધુ મહત્વનું હોય છે. તેથી મેં નિર્ણય કર્યો છે કે 'કંચના'ની હિંદી રીમેક 'લક્ષ્મી બોમ્બ'ને હું ડિરેકટ કરીશ નહીં. આની પાછળ એક નહીં પરંતુ અનેક કારણો છે. તેની મારે અહીં ચર્ચા કરવી નથી. પરંતુ તેમાનું એક ખાસ કારણ એ છે કે, ફિલ્મનો ફર્સ્ટ લુક પોસ્ટર મારી જાણકારી વગર જ રિલીઝ કરવામાં આવ્યું. આ બાબતે મારી સાથે કોઇ વાતચીત કરવામાં આવી નહોતી. તેણે વધુમાં ટાંક્યુ હતું કે, '' એક દિગ્દર્શક માટે એ અપમાનજનક છે કે, તેની જાણકારી વગર તેની  દિગ્દર્શિત ફિલ્મના પોસ્ટરને રિલીઝ કરવામાં આવે. મને આ બહુ અપમાનજનક  લાગ્યું છે, તેમજ હું દુઃખી પણ થયો છું. એક ક્રિએટર તરીકે હું પોસ્ટરની ડિઝાઇનથી ખુશ પણ થયો નથી. આ ફિલ્મને લઇને મેં કોઇ એગ્રીમેન્ટ સાઇન કર્યુ ંનથી. પરંતુ હું એમ નહીં કરું, એ પ્રોફેશનલ અભિગમ ન કહેવાય. મને અક્ષય કુમાર પ્રત્યે માન છે અને હું તેમને મળીને મારી સ્ક્રિપ્ટ  સોંપીશ.  

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118