રાજસ્થાનના ચુરૂમાં ગરમીનો પારો 50 ડિગ્રીએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-27 11:07:51
  • Views : 498
  • Modified Date : 2020-05-27 11:07:51

છેલ્લા ૧૦ વર્ષમાં મે મહિનામાં બીજી વખત ચુરુમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે.  રાજસ્થાનના ચુરુમાં ૫૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ઉત્તર અને પશ્ચિમ ભારતના અનેક ભાગમાં મંગળવારે સૂરજની અગનવર્ષા થઈ રહી છે અને  હીટવવે હજી ત્રણ દિવસ સુધી ઉત્તર ભારતને જકડી રાખશે. ચુરુમાં અગાઉ ૨૦૧૬માં ૧૯મી મેના રોજ ૫૦.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.  દિલ્હીમાં ૧૦ વર્ષનો રેકોર્ડ તોડયો છે.  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના પાલમ વિસ્તારમાં મંગળવારે ૪૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ઉપરાંત દેશના અનેક ભાગોમાં મહત્તમ તાપમાન સરેરાશ કરતાં છ ડિગ્રી વધુ નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ મંગળવારે રાજસ્થાનના અનેક ભાગોમાં હીટવેવની સ્થિતિ યથાવત્ રહી હતી. ચુરુ જિલ્લામાં ૫૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. 

Download Our B K News Today App



Related News