રાહુલ રોયને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો, જીજાજીએ કહ્યું- ઠીક થવામાં હજી ઘણો સમય લાગશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-10 12:42:37
  • Views : 359
  • Modified Date : 2020-12-10 12:42:37

    'આશિકી' ફૅમ રાહુલ રોયને નાણાવટી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવી છે. જોકે, રાહુલના જીજાજી રોમીર સેને કહ્યું હતું કે રાહુલ રોય ડિસ્ચાર્જ લઈને ઘરે નથી ગયો પરંતુ તેને મુંબઈની જ વૉકહાર્ડ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. મુંબઈ મિરરને આપેલા ઈન્ટરવ્યૂમાં રોમીરે કહ્યું હતું કે રાહુલના ફિઝિયોથેરપી તથા સ્પીચ થેરપી સેશન ચાલી રહ્યાં છે. તેને રિકવર થવામાં હજી લાંબો સમય લાગશે. કારગિલમાં રાહુલને આવેલા બ્રેન સ્ટ્રોક અંગે રોમીરે રહ્યું હતું કે આ માત્રને માત્ર બેદરકારીને કારણે આવ્યો હતો. રાહુલનો ભાઈ કેનેડાથી ટૂંક સમયમાં મુંબઈ આવશે. રાહુલના ભાઈ તથા બહેન બધાની સાથે આ અંગે વાત કરશે. રોમીરે આગળ કહ્યું હતું, 'રાહુલ કારગિલમાં શૂટિંગ પૂર્ણ થયા બાદ ઠંડી એન્જોય કરવા માટે વધુ રોકાયો હતો. રાહુલ આ અંગે વાત કરશે, કારણ કે તે હાલમાં રિકવરી તરફ છે. તમામ ફેક્ટ્સ સાથે રાહુલનો ભાઈ રોહિત તથા બહેન પ્રિયંકા પુરાવા સાથે તમામની સામે આવશે. હાલમાં બસ તેઓ એમ જ ઈચ્છે છે કે રાહુલ જલદીથી ઠીક થઈ જાય.'

    હાલમાં જ રાહુલે સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં તે બહેન તથા જીજાજી સાથે જોવા મળ્યો હતો. રાહુલ તરફથી તેની બહેને તમામ ચાહકોનો આભાર માન્યો હતો. વીડિયો શૅર કરીને રાહુલે કહ્યું હતું, 'હું ઠીક થઈ રહ્યો છું. મારા પરિવાર જેવા મિત્રો, ચાહકોના પ્રેમ માટે આભાર.'રાહુલ કારગિલમાં માઈનસ 17 ડિગ્રીમાં 'LAC'નું શૂટિંગ કરતો હતો. આ દરમિયાન તેને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો. રાહુલને પહેલાં કારગિલ અને પછી શ્રીનગર લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને મુંબઈ એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. રાહુલે 1990માં મહેશ ભટ્ટની ફિલ્મ 'આશિકી'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અનુ અગ્રવાલ લીડ રોલમાં હતી. ત્યારબાદ તે 'જુનૂન', 'ફિર તેરી કહાની યાદ આઈ', 'નસીબ', 'એલાન', 'કૈબ્રે' જેવી ફિલ્મમાં જોવા મળ્યો હતો. 'બિગ બોસ'ની પહેલી સિઝનમાં રાહુલ રોય વિનર બન્યો હતો.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121