: રાહુલ ગાંધીને મળ્યા જામીન, જાણો ક્યા નેતા બન્યા જામીનદાર?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-13 13:19:13
  • Views : 516
  • Modified Date : 2019-07-13 13:19:13

ADC બેંક માનહાની કેસમાં કોગ્રેસના  સાંસદ રાહુલ ગાંધીને કોર્ટે જામીન આપ્યા હતા. કોર્ટે રાહુલ ગાંધીને   રાહુલ ગાંધીને 15 હજારનાં બોન્ડ પર જામીન મળ્યાં છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તેમના જામીનદાર બન્યાં હતા. સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીને જજે પૂછ્યું તમને ગુનો કબૂલ છે, તેના જવાબમાં રાહુલે કહ્યું હું દોષિત નથી. હવે આ કેસની આગામી સુનાવણી સાત સપ્ટેમ્બરના રોજ યોજાશેમેટ્રોપોલિટન કોર્ટ નંબર 13ના છઠ્ઠા માળે એડિશનલ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ એન.બી.મુશનીની કાર્ટમાં જુબાની આપી હતી. દરમિયાન રાહુલની સાથે અહેમદ પટેલ, અર્જૂન મોઢવાડીયા, રાજીવ સાતવ, અમિત ચાવડા કોર્ટમાં હાજર રહ્યા હતાનોંધનીય છે કે એડીસી બેંકે કરેલા રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસમાં ગઈ 27 મેએ રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર ન રહેતા સુનાવણી ટળી હતી. ઉલ્લેખનીય છે કે નોટબંધી સમયે પ્રેસ-કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ રૂ. 745 કરોડ બ્લેકના વ્હાઈટ કરાયા હોવાનો આરોપ લગાવ્યો હતો. જેની સામે એડીસી બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કર્યો હતો.

Download Our B K News Today App



Related News