રાહુલે સદી ફટકારી ટીકાકારોને આપ્યો જવાબ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-28 08:23:00
  • Views : 88
  • Modified Date : 2023-12-28 08:23:00

દક્ષિણ આફ્રિકા સામે તેની પહેલી ટેસ્ટમાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરીને 245 રન બનાવ્યા હતા. કેએલ રાહુલની સદીએ ટીમને આ સ્કોર સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાહુલની આ ઈનિંગ એવા સમયે આવી જ્યારે ટીમને તેની સૌથી વધુ જરૂર હતી. આ સદી સાથે રાહુલે સોશિયલ મીડિયા પર તેની ટીકા અને ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે. રાહુલે મેચ બાદ કહ્યું કે તેને તેના બેટથી જવાબ આપવાનું પસંદ છે.રાહુલ સોશિયલ મીડિયા પર વારંવાર ટ્રોલ થાય છે. જો તે કેટલીક મેચોમાં નિષ્ફળ જાય છે તો લોકો તેને ખૂબ ટ્રોલ કરે છે. રાહુલ જો કે તેનાથી પરેશાન નથી. તે સખત મહેનત કરે છે અને તેના બેટથી રન બનાવીને ટીકાકારોને જવાબ આપે છે. આફ્રિકા સામે મુશ્કેલ સ્થિતિમાં લડાયક સદી ફટકારી તેણે ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે.બીજા દિવસે, બુધવારની રમત ખતમ થયા પછી, જ્યારે રાહુલને પૂછવામાં આવ્યું કે શું લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરે છે ત્યારે તેને ગુસ્સો નથી આવતો? આના પર રાહુલે જવાબ આપ્યો કે આનાથી તેને કંઈ જ નહીં મળે. રાહુલે કહ્યું કે લોકો જે કહેવા માંગે છે તે કહેશે. જો તમે પબ્લિક પરફોર્મર છો તો તમારે તમારા પ્રદર્શનથી જવાબ આપવો પડશે, તો જ તમે ટીકાથી બચી શકશો. તમે સોશિયલ મીડિયાથી જેટલા દૂર રહેશો તેટલા ખુશ રહેશો.રાહુલની 137 બોલમાં 14 ચોગ્ગા અને ચાર છગ્ગાની લડાયક ઈનિંગ ભારત માટે ઘણી ઉપયોગી હતી.આ ઈનિંગના આધારે ભારતીય ટીમ સન્માનજનક સ્કોર બનાવવામાં સફળ રહી હતી. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે કેએલ રાહુલના વખાણ કર્યા હતા અને રાહુલની આ ઈનિંગને ભારતીય બેટ્સમેનોએ ફટકારેલી 10 શ્રેષ્ઠ સદીઓમાં એક ગણાવી હતી.મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે ગાવસ્કરે જે કહ્યું છે તો તે તેના માટે ખૂબ જ મોટી વાત છે. રાહુલે કહ્યું કે ઈજાના કારણે તેને જે સમય મળ્યો તેનાથી તેને પોતાના પર કામ કરવામાં મદદ મળી. તેણે કહ્યું કે જ્યારે તમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમો છો, ત્યારે તમે માત્ર એક ખેલાડી તરીકે જ પડકારોનો સામનો કરતા નથી પરંતુ એક વ્યક્તિત્વ તરીકે પણ તમે ઘણા પડકારોનો સામનો કરો છો.

Download Our B K News Today App



Related News