કંગના રનૌત ઇમોશનલ થઈને બોલીઃ 'મેં આ ફિલ્મ માત્રને માત્ર પૈસા માટે કરી હતી, પરંતુ મારું જીવન બદલાઈ ગયું'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 17:10:08
  • Views : 329
  • Modified Date : 2021-03-07 17:10:08

    કંગના રનૌત સ્ટારર ફિલ્મ 'ક્વીન'ની રિલીઝે 7 વર્ષ પૂરા થાય છે. આ ફિલ્મ 7 માર્ચ, 2014માં રિલીઝ થઈ હતી. ફિલ્મની એનિવર્સરી પર એક્ટ્રેસે ઇમોશનલ થઈને તે પરિસ્થિતિ અંગે વાત કરી હતી. તેણે કહ્યું હતું, 'અંદાજે એક દાયકાની લાંબી કરિયર બાદ મને કહેવામાં આવ્યું હતું કે બોલિવૂડની લીડિંગ લેડી હોવા માટે હું ઘણી જ સારી એક્ટ્રેસ છું. વાંકડિયા વાળ તથા દબાયેલા અવાજે તેને ખરાબ કરી દીધી હતી. મેં 'ક્વીન' એ વિચારીને સાઈન કરી હતી કે તે ક્યારેય રિલીઝ થશે નહીં. મેં પૈસા માટે આ ફિલ્મ સાઈન કરી હતી. આ પૈસાથી હું ન્યૂ યોર્ક ફિલ્મ સ્કૂલમાં જઈને ટ્રેનિંગ લેવા માગતી હતી.'

    કંગનાએ આગળ કહ્યું હતું, 'ન્યૂ યોર્કમાં મેં સ્ક્રીનરાઇટિંગનો અભ્યાસ કર્યો હતો. 24 વર્ષની ઉંમરમાં કેલિફોર્નિયામાં એક નાની ફિલ્મ ડિરેક્ટ કરી હતી, આ ફિલ્મે મને હોલિવૂડમાં સફળતા અપાવી હતી. મારું કામ જોઈને એક મોટી એજન્સીએ મને ડિરેક્ટર તરીકે હાયર કરી હતી. મેં એક્ટિંગની મહત્ત્વકાંક્ષાને ત્યાં જ દફન કરી દીધી હતી. ભારત પરત આવવાની હિંમત નહોતી.'

    વધુમાં કંગનાએ કહ્યું હતું, 'મેં લોસ એન્જલસના બહારના વિસ્તાર કૈલાબસાસમાં નાનકડું ઘર ખરીદી લીધું હતું. જ્યારે હું બધું છોડી ચૂકી હતી ત્યારે જ 'ક્વીન' રિલીઝ થઈ. તેણે મારું જીવન બદલી નાખ્યું અને ભારતીય સિનેમામાં લીડિંગ લેડી તથા વુમન સેન્ટ્રિક પેરલલ ફિલ્મનો જન્મ થયો.'

    કંગનાએ આગળ લખ્યું હતું, 'ક્વીન' મારા માટે માત્ર એક ફિલ્મ નહોતી. જે બધી વસ્તુઓનો વિસ્ફોટ હતો, જે હું ડિઝર્વ કરતી હતી. 10 વર્ષ સુધી મને આનાથી દૂર રાખવામાં આવી હતી. બધું જ એક સાથે મળી ગયું. હકીકતમાં હું એ જાણું છું કે જે આપણું છે, તેને કોઈ દૂર લઈ શકતું નથી. તમને તમારો હક મળીને જ રહે છે.'વિકાસ બહલના ડિરેક્શનમાં બનેલી 'ક્વીન'ની વાર્તા નાના શહેરમાં રહેતી યુવતી (કંગના)ની આસપાસ ફરે છે. તેને તેનો મંગેતર (રાજકુમાર રાવ) લગ્નના એક દિવસ પહેલાં જ તરછોડી દે છે. પછી કંગના એકલા જ હનીમૂન પર જવાનું નક્કી કરે છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ ગઈ હતી અને 2014માં સૌથી વધુ પ્રોફિટ કરનાર ફિલ્મ બની હતી.

    આ ફિલ્મ માત્ર 11 કરોડમાં બની હતી અને ફિલ્મ 61 કરોડની કમાણી કરી હતી. ફિલ્મને 454% (50 કરોડ રૂપિયા)નો નફો થયો હતો. 62મા નેશનલ ફિલ્મ અવોર્ડ દરમિયાન 'ક્વીન'ને બેસ્ટ હિંદી ફિલ્મ તથા કંગના બેસ્ટ એક્ટ્રેસ અવોર્ડ આપવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139