પંજાબના મંત્રીઓની શપથવિધી : પહેલા 5 મંત્રીઓમાંથી 4 દલિત ધારાસભ્યોએ શપથ લીધા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-19 14:38:11
  • Views : 245
  • Modified Date : 2022-03-19 14:38:11

પંજાબના મંત્રીઓની શપથવિધી : પહેલા 5 મંત્રીઓમાંથી 4 દલિત ધારાસભ્યોએ શપથ લીધા

પંજાબમાં શનિવારે ભગવંત માન સરકારની શપથ ગ્રહણવિધી યોજાઈ છે. જેમાં 10 મંત્રીઓએ મંત્રીપદ માટેના શપથ લીધા. તેમાં 8 મંત્રી પહેલીવાર ધારાસભ્ય ચૂંટાઈને આવ્યા છે. શપથ ગ્રહણ બાદ હવે સૌની નજર વિભાગોની વહેંચણી પર છે. 2 વાગ્યે માન સરકારની પહેલી કેબિનેટ બેઠક જવા થઈ રહી છે. જેમાં કોઈ મોટો નિર્ણય લેવાઈ શકે છે.

શપથ ગ્રહણની શરુઆત પંજાબમાં AAPના સૌથી મોટા દલિત ચહેરા હરપાલ ચીમાથી કરવામાં આવી. ત્યાર બાદ માન સરકારની એકમાત્ર મહિલા મંત્રી ડો. બલજીત કૌરે શપથ લીધા. 31 વર્ષના હરજોત બૈંસ સૌથી યુવા મંત્રી બન્યા છે. બૈંસને અરવિંદ કેજરીવાલના નજીકના વ્યક્તિ ગણવામાં આવે છે. ગુરમીત સિંહ મીત હેયર અન્ના આંદોલન સમયે કેજરીવાલ સાથે જોડાયા હતા. માનસાથી ધારાસભ્ય ડો. વિજય સિંગલાએ પ્રખ્યાત પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાને હરાવ્યા હતા. બ્રહ્મશંકર જિંપા માન સરકારમાં મોટો હિન્દુ ચહેરો છે.

મુખ્યમંત્રી માન બુધવારે પંજાબના CM પદના શપથ લીધા. આ સમારોહ ભગત સિંહના ગામ ખટકડ કલાંમાં યોજાયો હતો. શપથ ગ્રહણમાં CM ભગવંત માનના પુત્ર દિલશાન માન અને પુત્રી સીરત કૌર માન પણ મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યા છે.

સૌથી પહેલી ચીમા, અંતમાં હરજોત બૈંસે લીધા શપથ
સૌથી પહેલા હરપાલ ચીમાએ મંત્રીપદના શપથ લીધા. ત્યાર બાદ ડો.બલજીત કૌર, હરભજન સિંહ ETO, ડો. વિજય સિંગલા, લાલચંદ કટારુચક્ક, ગુરમીત સિંહ મીત હેયર, કુલદીપ ધાલીવાલ, લાલજીત સિંહ ભુલ્લર, બ્રહ્મશંકર જિંપા અને અંતમાં હરજોત બૈંસે શપથ લીધા.

ક્ષેત્ર પ્રમાણે મંત્રી
આમ આદમી પાર્ટીએ માલવા પર સંપૂર્ણ ફોકસ કર્યું છે. અહીંથી CM ભગવંત માન સિવાય દિડબાથી હરપાલ ચીમા, બરનાલાથી મીત હેયર, માનસાથી ડો. વિજય સિંગલા, મલોટથી ડો. બલજીત કૌર, શ્રી આનંદપુર સાહિબથી હરજોત બૈંસ મંત્રી બની રહ્યા છે. માઝા વિસ્તારમાં અજનાલાથી કુલદીપ ધાલીવાલ, જંડિયાલાથી હરભજન સિંહ ETO, પટ્ટીથી લાલચંદ ભુલ્લર અને ભોઆથી લાલચંદ કટારુચક્કને મંત્રી બનાવવામાં આવ્યા છે. દોઆબામાં માત્ર હોશિયારપુરથી બ્રહ્મશંકર જિંપાને મંત્રી બનાવવામાં આવ્યા છે.

જાતિગત ફેક્ટર:
પંજાબ સરકારમાં હવે CM માન સહિત 4 જાટ્ટશિખ, 3 હિન્દુ અને 4 દલિત ચહેરાઓને જગ્યા આપવામાં આવી છે. તેમાં એક મહિલા મંત્રી ડો. બલજીત કૌર સામેલ છે.

 

Download Our B K News Today App



Related News