ડોન દાઉદના ભત્રીજાની અંતે ધરપકડ પુછપરછ શરૂ થઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-19 11:47:08
  • Views : 427
  • Modified Date : 2019-07-19 11:47:08

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના ભત્રીજા રિજવાન કાસ્કરની મુંબઇ પોલીસ ક્રાઇમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શનસેલ દ્વારા ધરપકડ કરી લેવામા ંઆવી છે. તેના પિતા ઇકબાલ કાસ્કર પણ પહેલાથી પકડાઇ ચુક્યા છે. જે હાલમાં જેલમાં છે. મળેલી માહિતી મુજબ છોટા શકીલના સાથી અફરોજ વદારિયાને પણ મુંબઇ પોલીસે હવાલાના મામલામાં પકડી પડાયો છે. આ મામલામાં દાઉદના ભત્રીજાને પણ પકડી પાડવામાં આવ્યો છે. ટુંક સમયમાં જ મુંબઇ પોલીસની ટીમ આ સંબંધમા વધારે માહિતી આપનાર છે. તેની ધરપકડને  ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. તાજેતરમાં જ પોલીસે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમના એક નજીકના સાથી રિયાજ ભાટીને મુંબઇમાંથી પકડી પાડ્યો હતો. રિયાજ ભાટી નામના આ શખ્સને મુંબઇ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો. એવા હેવાલ આવ્યા હતા કે ભાટીએ બાન્દ્રા કુર્લા
કોમ્પ્લેક્સની એમસીએ ક્લબની મેમ્બરશીપ હાંસલ કરવા માટે મુંબઇની વિલ્સન કોલેજના બોગસ દસ્તાવેજા બનાવી લીધા હતા. અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે તે વર્ષ ૨૦૧૩માં ક્લબનો સભ્ય બની ગયોહતો. પાકિસ્તાનના દાવા મુજબ અંડરવર્લ્ડ ડોન દાઉદ હાલમાં પાકિસ્તાનમાં નથી. જા કે તેના પાકિસ્તાનમાં હોવાના અનેક વખત નક્કર પુરાવા મળી ચુક્યા છે. ગુપ્તચર સંસ્થાઓના હાથે કેટલાક એવા ફોટો હાથ લાગ્યા છે જે સાબિતી આપે છે કે તે પાકિસ્તાનમાં સક્રિય થયેલો છે. જેમાં તે પોતાના ખાસ જાબિર મોતિવાલાને મળી રહ્યો છે. વાયરલ થયેલા ફોટામાં તે સ્વસ્થ દેખાઇ રહ્યો છે. તે પહેલા અહેવાલ આવ્યા હતા કે તે હાલમાં બિમાર ચાલી રહ્યો છે. જાબિર દાઉદના Âક્લફંટન હાઉસમાં રહે છે. દાઉદના પÂત્ન અને બાળકો સાથે જાબિરના સારા સંબંધ રહેલા છે. દાઉદના કેટલાક સાગરીતો હાલમાં ઝડપાયા છે.

Download Our B K News Today App



Related News